
ભક્તોની સુવિધા માટે ST દોડાવશે એક્સ્ટ્રા બસઆજથી જૂનાગઢમાં શિવરાત્રિના મેળાનો પ્રારંભજૂનાગઢના ભવનાથમાં આયોજીત મહાશિવરાત્રિના મેળાને મિનિ કુંભ મેળા તરીકે ઓળખવામાં આવે છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂનાગઢમાં ભવ્ય શિવરાત્રિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલથી પાંચ દિવસ ચાલનારા મેળાની શરૂઆત થશે. મહાશિવરાત્રિના મેળા પર મોટી સંખ્યામાં લોકો જૂનાગઢ પહોંચતા હોય છે. જૂનાગઢ પહોંચવા માટે લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ગુજરાત એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.૧૧ ફેબ્રુઆરી એટલે કે આવતીકાલથી ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિના મેળાનું આયોજન થવાનું છે. ગુજરાત એસટી દ્વારા જૂનાગઢ રૂટ પર વધારાની બસો દોડાવવામાં આવશે. ગુજરાત એસટી દ્વારા અંદાજે ૧૯૫ જેટલી વધુ બસો સાથે કુલ ૭૮૦૦ ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સાથે ૩.૭૦ લાખથી વધુ મુસાફરોને સુવિધા મળી રહેશે.જૂનાગઢના ભવનાથમાં આયોજીત મહાશિવરાત્રિના મેળાને મિનિ કુંભ મેળા તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે મેળાને વધુ ભવ્ય અને ઐતિહાસિક બનાવવામાં આવ્યો છે. લાખોની સંખ્યામાં ભક્તો જૂનાગઢ પહોંચવાના છે. ગુજરાત એસટી દ્વારા જૂનાગઢ બસ સ્ટેશનથી ગિરનાર તળેટી સુધી જવા માટે ૮૦ વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે.આ સિવાય આંતર જિલ્લા સુવિધા માટે આસપાસના જિલ્લામાંથી આવતા ભક્તો માટે જૂનાગઢ ડિવિઝનની ૬૫ અને અન્ય ડિવિઝનની ૫૦ મળી કુલ ૧૧૫ એક્સપ્રેસ બસો દોડાવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. બસોનું ૨૪*૭ જીપીએસ દ્વારા મોનિટરિંગ પણ કરવામાં આવશે.




