
મંદિર પરિસરમાં ટિકિટ બારી ખોલાઈ.અયોધ્યા રામ મંદિરમાં દર્શન કર્યા બાદ ત્યાંથી જ મળી જશે ટ્રેનની ટિકિટ.શ્રદ્ધાળુઓ પ્રભુ શ્રી રામના દર્શન કર્યા બાદ ત્યાંથી પરત ફરવા અથવા આગળની યાત્રાની ટિકિટ મેળવી શકશે.અયોધ્યા જતાં રામ ભક્તો માટે એક મોટી અને રાહતભરી ખબર આવી રહી છે. હવે પ્રભુ શ્રીરામના દર્શન માટે અયોધ્યા જતાં શ્રદ્ધાળુઓનો રેલવે સ્ટેશન પર ટિકિટ લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડશે નહીં. રામ મંદિર પરિસરમાં આવેલા યાત્રી સેવા કેન્દ્રમાં હવે દેશભરની ટ્રેન ટિકિટ મળી જશે.
આ સુવિધા શરૂ થવાથી રામભક્તોને દર્શન, પૂજા અને યાત્રા ત્રણેયમાં સહજતા મળશે. રામ મંદિર ટ્રસ્ટ તરફથી શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખતા આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. મંદિર પરિસરના યાત્રી સેવા કેન્દ્રમાં એક આધુનિક ટિકિટ ઘર બનાવવામાં આવ્યું છે, જ્યાંથી યાત્રીઓ દેશના વિવિધ ભાગ માટે રેલ ટિકિટ બુક કરાવી શકે છે. ખાસ વાત એ છે કે શ્રદ્ધાળુઓ પ્રભુ શ્રી રામના દર્શન કર્યા બાદ ત્યાંથી પરત ફરવા અથવા આગળની યાત્રાની ટિકિટ સરળતાથી મેળવી શકશે. અત્યાર સુધી રામ ભક્તોને દર્શન બાદ રેલવે સ્ટેશને જઈને ટિકિટ લેવા માટે વધારાનો સમય અને મહેનત કરવી પડતી હતી. ઘણી વાર ભારે ભીડના કારણે યાત્રીઓને ઘણી તકલીફનો સામનો કરવો પડતો હતો. આ નવી વ્યવસ્થાથી ન ફક્ત સમયની બચત થશે, પણ વૃદ્ધો, મહિલાઓ અને અંતરિયાળ વિસ્તારમાંથી આવતા શ્રદ્ધાળુઓને ખાસ રાહત મળશે. રામ મંદિર ટ્રસ્ટ અનુસાર, યાત્રીઓની મૂળભૂત સુવિધાઓ સતત વિકસિત કરી રહ્યા છે. યાત્રી સેવા કેન્દ્રમાં પહેલાથી વિશ્રામ સ્થળ, પેયજળ, શૌચાલય, વ્હીલચેર, સૂચના કાઉન્ટર અને પ્રાથમિક ચિકિત્સા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. હવે રેલ ટિકિટ સેવા શરૂ થવાથી આ કેન્દ્ર વધારે ઉપયોગી બની ગયું છે.
ટ્રસ્ટનું કહેવું છે કે આવનારા સમયમાં યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતા વધારે સેવાઓ જાેડવામાં આવશે, જેથી અયોધ્યા આવતા દરેક શ્રદ્ધાળુઓને એક સુખદ અને વ્યવસ્થિત અનુભવ સાથે પરત ફરે. રામ ભક્તોમાં આ નવી સુવિધાને લઈને ખાસ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.
શ્રદ્ધાળુઓનું કહેવું છે કે આ વ્યવસ્થા રામ મંદિર ટ્રસ્ટની દૂરદર્શિતા અને સેવાભાવને દર્શાવે છે. રામ મંદિર પરિસરમાં ટિકિટ ઘરની સ્થાપના અયોધ્યાને એક આધુનિક ધાર્મિક પર્યટન કેન્દ્ર તરીકે વિકસિત કરવાની દિશામાં એક મહત્ત્વનું પગલું છે. આ સુવિધા ન ફક્ત શ્રદ્ધાળુઓ માટે વરદાન સાબિત થશે, પણ અયોધ્યાની વ્યવસ્થાને પણ વધારે સુદ્રઢ બનાવશે.




