
પોલીસે સરઘસ કાઢી લાકડીથી ફટકાર્યા.ભરત ચૌધરીની હત્યામાં આરોપીની જાહેરમાં સર્વિસદોરડાથી બાંધી ૬ આરોપીનું રિકન્સ્ટ્રક્શન; ફાંસી આપો ફાંસી, ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લાગ્યા હતા.પાલનપુર અમદાવાદ હાઈવે પર ભરત ચૌધરી નામના યુવકની હત્યા કરાઈ હતી. પોલીસે પાલનપુરના એરોમાં સર્કલ પર ૬ આરોપીઓનો જાહેરમાં રીકંસ્ટ્રક્શન કર્યું હતું. આરોપીઓને કડક સજા થવી જાેઈએ. તેમજ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લાગ્યા હતા. આરોપીઓને જાેતાં લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. પાલનપુર એરોમા સર્કલથી ખાનગી હોટલ પાસેના ઘટના સ્થળે લઈ જઈ પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું.
પાલનપુરના અમદાવાદ હાઈવે પર ૨૦ ડિસેમ્બરેના ખાનગી હોટલ પાસે પાર્લર પર ઉભેલા બે યુવકો ઉપર ૨૦ થી ૨૫ જેટલા લોકોએ ધોકા અને તલવાર વડે હુમલો કરી દીધો હતો જેમાં પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના ભરતભાઈ ગણેશભાઈ ચૌધરીનું મૃત્યુ નિપજતાં અને એક યુવક ગંભીરરીતે ઘાયલ થતા પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે આરોપી ભાર્ગવ ઉર્ફે લાલો મંડોરા અને અન્ય ૨૪ લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી હતી. જેને લઈને પોલીસે મુખ્ય આરોપી સહિત ૬ શખ્સોની અટકાયત કરી છે અને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
૨૦ ડિસેમ્બરે પાલનપુર અમદાવાદ હાઈવે પર ખાનગી હોટલના પાર્લર નજીક ભરત ચૌધરી નામના યુવકની હત્યા થઈ હતી અને જે હત્યામાં સામેલ ૬ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. સમગ્ર ઘટના જાેઈએ તો ૨૦ ડિસેમ્બરની રાત્રે મૃતક ભરત ચૌધરી અને નીતિન ચૌધરી આ બંને યુવકો પાલનપુર અમદાવાદ હાઈવે પર ઉભા હતા જ્યાં પાછળથી ૨૦ થી ૨૫ લોકોના ટોળાયા બંને યુવકો પર હુમલો કરી દીધો હતો. ધોકા અને તલવાર વડે હુમલો કરી દેતા ભરત ચૌધરી અને નીતિન ચૌધરીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યાં સારવાર દરમિયાન ભરત ચૌધરીનું મોત થયું હતું. જેને લઈને ચૌધરી સમાજ રોષે ભરાયો હતો અને મૃતકના પરિવારે મૃતકની લાશ લેવાનો ઇનકાર કર્યો હતો.
આખરે પોલીસે મુખ્ય આરોપી ભાર્ગવ માળી અને અન્ય ૨૪ લોકો સામે ફરિયાદ નોંધાતા મૃતકના પરિવારે લાશ સ્વીકારી હતી જાેકે આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ કરતા પૈસાની લેવડદેવડનો મામલો સામે આવ્યો હતો જેમાં હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત નીતિન ચૌધરીને મુખ્ય આરોપી ભાર્ગવ માળી સાથે પૈસાની લેતી દેતી હતી અને આ પૈસાની લેતી દેતીમાં બબાલ થતા આરોપીઓએ નીતિન ચૌધરી અને તેની સાથે આવેલ ભરત ચૌધરી ઉપર તીક્ષ્ણ હથિયારો દ્વારા હુમલો કરતા ભરત ચૌધરીનું મોત નીપજ્યું હતું. જાેકે ૨૦ ડિસેમ્બરે હથિયારો સાથે કરાયેલા હુમલામાં આ બંને યુવકોને જાનથી મારી નાંખવાના હેતુસર આ હુમલો કરાયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત નીતિન ચૌધરીની કારને પણ નુકસાન પહોંચાડાયું હતું. ત્યારબાદ આરોપીઓ ભરત ચૌધરીની હત્યા કરી અને ફરાર થઈ ગયા હતા.




