
સામાજિક સમરસતાનું અનોખું ઉદાહરણ!.૧૩૩ પિતા વિહોણી દીકરીઓને મહેશ સવાણીએ આપ્યું નવું જીવન.સામાજિક સંસ્થા પીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત “કોયલડી” નામનો સમૂહ લગ્ન સમારોહ ભવ્ય રીતે યોજાયો.પીપી સવાણી ગ્રૂપ દ્વારા આયોજિત કોયલડી સમૂહ લગ્નોત્સવમાં પિતા વિહોણી દીકરીઓને આજે પિતૃત્વનો સહારો મળ્યો.જ્યાં લગ્ન માત્ર વિધિ નહીં પરંતુ એક સંવેદનાની ઉજવણી બની ગયા, અબ્રામા ખાતે પીપી સવાણી ગ્રૂપ દ્વારા ભવ્ય કોયલડી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે.
શનિવાર અને રવિવાર એમ બે દિવસ ચાલનારા આ સમૂહ લગ્નોત્સવમાં કુલ ૧૩૩ યુગલો પ્રભુતામાં પગલા માંડશે.
જ્યાં સમાજ દીકરીના હાથ પીળા કરવા માટે એકસાથે ઉભો થાય, જ્યાં પિતૃત્વ માત્ર સંબંધ નહીં પરંતુ સંવેદના બને એવા સુરત ના અબ્રામા ખાતે પી.પી.સવાણી ગ્રુપ દ્વારા કોયલી સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું. આજે પ્રથમ દિવસે ૫૫ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા. આ સમૂહ લગ્નોત્સવની સૌથી વિશેષ વાત એ છે કે અહીં હિન્દૂ અને મુસ્લિમ ધર્મની પિતા વિહોણી દીકરીઓના લગ્નનું આયોજન કરાયું છે.
જ્યાં પીપી સવાણી ગ્રૂપે પિતાની ભૂમિકા નિભાવી. લગ્નોત્સવમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી દીકરીઓને આશીર્વાદ આપ્યા, હર્ષ સંઘવી સ્વદેશી રોબર્ટ ની કળા નિહાળી, સ્વદેશી રોબર્ટ સાથે હાથ મિલાવ્યો, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ પ્રસંગોચિત સંબોધન કરી દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા. સમૂહલગ્ન પ્રસંગે સાથે જ પૂર્વ મંત્રી મુકેશ પટેલ, મેયર દક્ષેશ માવાણી, વિવિધ ધારાસભ્યો અને સામાજિક અગ્રણીઓ પણ આ પુણ્ય કાર્યના સહભાગી બન્યા.
ખ્યાતનામ સાધુ-સંતોએ પણ નવદંપતીઓને આશીર્વાદ આપીને સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક અને ભાવુક બનાવી દીધું. લગ્ન બાદ દીકરીઓએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, અમને આજે પિતાનું ઘર મળ્યું હોય એવી અનુભૂતિ થઈ રહી છે.




