
રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શોનું ઉદ્ઘાટન થશ.અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ૧ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજાવાનો છ.અમદાવાદ શહેરની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૧ જાન્યુઆરીના રોજ સવારે ૯ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શો મહોત્સવનું ઉદ્ઘાટન થશે, જે ૨૫ જાન્યુઆરી સુધી ચાલશે. આવતીકાલથી પુષ્પોના અદભૂત મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જી હા…. ઇન્ટરનેશનલ ફ્લાવર શો ૨૦૨૬ આ વખતે વધુ ભવ્ય અને નવીન આકર્ષણો સાથે નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. ૨૨ જાન્યુઆરી સુધી ચાલનારા આ ૨૨ દિવસીય મહોત્સવમાં અમદાવાદીઓને પ્રકૃતિ અને કલાનો અનોખો સંગમ જાેવા મળશે.
આ વખતનો ફ્લાવર શો કુલ ૬ અલગ-અલગ ઝોનમાં તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ભારતની સંસ્કૃતિ, શક્તિ અને સિદ્ધિઓને ફૂલોના માધ્યમથી કંડારવામાં આવી છે.
ઝોન ૧: ભારતના તહેવારો
અહીં ભારતની વિવિધતામાં એકતા દર્શાવતા તહેવારો જેવા કે દિવાળી, ઉત્તરાયણ, ઓનમ, બીહુ અને હોળી-ધૂળેટીની ભવ્ય પ્રતિકૃતિઓ ફૂલોથી તૈયાર કરવામાં આવી છે.
ઝોન ૨: નૃત્ય અને સંગીત
કલાપ્રેમીઓ માટે આ ઝોન ખાસ છે. અહીં નટરાજ, ગરબા, ભાંગડા, કથકલી અને કૂચીપુડી જેવા નૃત્યોની સાથે સિતાર, તબલા અને ગિટાર જેવા વાદ્યોની સુંદર પ્રતિકૃતિઓ જાેવા મળશે.
ઝોન ૩: પ્રાચીન કથાઓ
ભારતીય સંસ્કૃતિના પાયા સમાન સમુદ્ર મંથન, ગીતા સાર, ગોવર્ધન લીલા, ગંગાવતરણ અને રામસેતુની ગાથાઓને પુષ્પોના માધ્યમથી જીવંત કરવામાં આવી છે.
ઝોન ૪: વર્લ્ડ રેકોર્ડ અને રાષ્ટ્રીય શક્તિ
આ ઝોન સૌથી વધુ આકર્ષક બની રહેશે. અહીં ૭.૫ મીટર ઊંચી અને ૪૦ મીટર લાંબી પુષ્પ દીવાલ જાેવા મળશે, જે ગિનિસ બુક ઓફવર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી શકે છે. આ ઉપરાંત, ૩૦ મીટરનું વિશાળ ફ્લાવર મંડલા, ઘાતક ડ્રોન અને અગ્નિ મિસાઈલ જેવી પ્રતિકૃતિઓ દ્વારા દેશની સૈન્ય શક્તિને પુષ્પાંજલિ અર્પવામાં આવી છે.
ઝોન ૫: કિડ્સ સ્પેશિયલ (બાળકોનું ભારત)
બાળકો માટે કૃષ્ણ, શિવા, મોગલી, સ્પાઈડરમેન, યુનિકોર્ન અને પેપ્પા પિગ ફેમિલી જેવા પાત્રોની મનમોહક પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે.
ઝોન ૬: આધુનિક ભારતની સિદ્ધિઓ
આ ઝોનમાં વિકાસશીલ ભારતની ઝલક જાેવા મળશે. જેમાં ૩૫ મીટર લાંબી બુલેટ ટ્રેન અને મેટ્રો કોચ, ૭ મીટર ઊંચું રોકેટ અને નિસાર સેટેલાઇટની પ્રતિકૃતિ દ્વારા અવકાશ અને શિક્ષણ ક્ષેત્રે ભારતની પ્રગતિ દર્શાવવામાં આવી છે. મહત્ત્વનું છે કે, ૧૨ વર્ષથી નીચેના બાળકો અને છસ્ઝ્ર સંચાલિત શાળાના બાળકોને ફ્રી એન્ટ્રી મળશે. ખાનગી શાળાના બાળકોને સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધીમાં ૧૦ રૂપિયાની ટિકિટ પર એન્ટ્રી મળશે. આ સિવાય દિવ્યાંગો અને સૈનિકો માટે પણ ફ્રી એન્ટ્રી રહેશે. ઉલ્લેખનીય છે કે, ઊઇ કોડ સ્કેન કર્યા બાદ ખુલતા પેજ પર પોતાનું નામ અને મોબાઈલ નંબર જેવી વિગતો ભરીને, ફ્લાવર શો અથવા કોમ્બો ટિકિટ સિલેક્ટ કરી ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ સફળ થયા બાદ મોબાઈલ પર ટિકિટ મળી જશે, જે બતાવીને પ્રવેશ મેળવી શકાશે. ઓનલાઈન ટિકિટ નોન-રિફંડેબલ રહેશે અને એકવાર બુક થયા બાદ કેન્સલ કરી શકાશે નહીં. જાે પેમેન્ટ કપાયા બાદ ટિકિટ ન મળે, તો પોર્ટલ પર ડાઉનલોડ ટિકિટ મેનુમાં જઈ મોબાઈલ નંબર નાખીને ટિકિટ ડાઉનલોડ કરી શકાશે.




