
૯ મહિનામાં બીજીવાર ભાડામાં વધારો.GSRTC એ એસટી બસના ભાડામાં ૩ ટકાનો વધારો કર્યો.GSRTC એ એસટી બસના ભાડામાં ૩ ટકાનો વધારો કર્યો.નવું વર્ષ ૨૦૨૬ શરૂ થવામાં હવે ગણતરીની કલાકો બાકી છે. પરંતુ આ પહેલા ગુજરાતની જનતાને મોટો ઝટકો લાગ્યો છે.
ગુજરાતમાં એસટી બસનું સંચાલન કરતી GSRTC દ્વારા ૧ જાન્યુઆરી ૨૦૨૬થી બસ ભાડામાં વધારો કરવાનો ર્નિણય લીધો છે. એસટી વિભાગ દ્વારા બસ ભાડામાં ૩ ટકાનો વધારો કરવાનો ર્નિણય લેવાયો છે.
ગુજરાતની જનતાને નવા વર્ષ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત એસટી નિગમ દ્વારા બસ ભાડામાં ત્રણ ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. નવો ભાવ વધારો મધ્યરાત્રિ ૧૨ વાગ્યાથી લાગૂ થઈ જશે. ૧ જાન્યુઆરી ૨૦૨૬થી લોકોએ હવે બસ ટિકિટ માટે વધુ પૈસા ચુકવવા પડશે.
ગુજરાત એસટી નિગમ દ્વારા માર્ચ ૨૦૨૫મા બસ ભાડામાં વધારો કર્યો હતો. ત્યારે એસટી નિગમ દ્વારા બસ ભાડામાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે ૯ મહિના બાદ ફરી બસ ભાડામાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેવામાં ગુજરાત એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોને ઝટકો લાગી શકે છે.




