
ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતાં અનેક સવાલો ઉભા થયાં છે, તંત્રની બેદરકારી ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે.ગુજરાતમાં ભર શિયાળે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ જાેવા મળી છે. મોરબીમાં કેનાલ ઓવરફ્લો થતાં મોટી માત્રામાં પાણી ખેતરોમાં વહી ગયું હતું. જેના કારણે ખેતરમાં વાવવામાં આવેલા પાકને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતાં અનેક સવાલો ઉભા થયાં છે. તંત્રની બેદરકારી ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે.
મોરબીના શાપરમાં ધ્રાંગધ્રા બ્રાંચની માયનોર ૨૬ ડી કેનાલ ઓવરફ્લો થતાં કેનાલના પાણી ખેતરમાં ફરી વળ્યા હતાં. કેનાલના પાણીને કારણે ખેતરમાં તૈયાર થઈ રહેલા પાક પર પાણી ફરી વળ્યું હતું. જેના કારણે ખેડૂતોની મહેનત પણ એળે જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્રની બેદરકારીને કારણે ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. શિયાળામાં ખેડૂતો દ્વારા ઘઉ અને જીરૂં સહિતના પાકો વાવવામાં આવ્યા છે. આ પાક પર કેનાલના પાણીને કારણે નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાઈ છે.




