
ફિલ્મના તમામ પાંચ ગીતમાં પણ રહેમાનનો અવાજ સંભળાશે.સંગીતકાર રહેમાનનું એક્ટિંગમાં ડેબ્યુ મૂન વોકમાં એગ્રી યંગ ડિરેક્ટર બનશે.રહેમાન સાથે આ ફિલ્મમાં પ્રભુદેવા બાબુટ્ટીના રોલમાં જાેવા મળશે, જે એક યુવાન ફિલ્મ કોરિયોગ્રાફર તરીકે જાેવા મળશે.ઓસ્કાર વિજેતા મ્યુઝિક કમ્પોઝર એ આર રહેમાન હવે એક્ટિંગ ડેબ્યુ કરવા જઈ રહ્યા છે, ડિરેક્ટર મનોજ એનએસની ફિલ્મ મૂન વોકમાં રહેમાન એક્ટિંગ કરશે. આ ફિલ્મમાં પ્રભુ દેવા પણ છે, રહેમાન તેમાં એક કાલ્પનિક પાત્રમાં જાેવા મળશે અને તેના વિવિધ પોસ્ટરથી તેમના ફૅન્સ ઘણા આતુર છે. તાજેતરમાં ફિલ્મના મેકર્સે અલગ અલગ ૧૪ પાત્રોના પોસ્ટર લોંચ કર્યા હતા, જેના પરથી તેની મોટી કાસ્ટનો પણ અંદાજ આવે છે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં રહેમાને એક્ટિંગ પણ કરી અને સાથે જ પહેલી વખત તેણે આ ફિલ્મ માટે બધાં જ પાંચ ગીતો ગાયાં છે. આ ફિલ્મમાં રહેમાન એંગ્રી યંગ ફિલ્મ ડિરેક્ટરના રોલમાં જાેવા મળશે, જે ફિલ્મમાં નવીનતા અને તાજગી લાવશે.ફિલ્મના ડિરેક્ટર મનોજ એનએસે ફિલ્મમાં રહેમાનની ભૂમિકા વિશે વાત કરતા જણાવ્યું હતું, “પ્રભુ દેવા સર અને રહેમાન સાથે માયલી ગીત શૂટ કરવામાં અમને ઘણી મજા પડી હતી. આ ગીત ઘણું સારું બન્યું છે અને થિએટરમાં દર્શકોને તે જાેવાની ઘણી મજા આવશે.
આ ગીત માટે પ્રભુ દેવા સરે તેમની કૅરિઅરનું સૌથી સારું પર્ફાેર્મન્સ આપ્યું છે, આ ગીતને ખાસ બનાવવા માટે હું કોરિયોગ્રાફર સેખર માસ્ટરનો પણ આભારી છું.”મનોજ એનએસે કહ્યું, “એ આર રહેમાન આ આખા ગીતમાં જાેવા મળશે, એ આ ગીતને અલગ બનાવે છે. આ ગીત પછી મેં જ્યારે તેમને એક લાંબો રોલ ઓફર કર્યાે તો એમણે ખુશીથી સ્વીકારી લીધો. આ સીન ફિલ્મના દર્શકો માટે સરપ્રાઇઝ બની રહેશે.”રહેમાન સાથે આ ફિલ્મમાં પ્રભુદેવા બાબુટ્ટીના રોલમાં જાેવા મળશે, જે એક યુવાન ફિલ્મ કોરિયોગ્રાફર તરીકે જાેવા મળશે, જે પર્ફાેર્મન્સ સાથે કોમેડી કરતા પણ જાેવા મળશે. આ ફિલ્મની કાસ્ટમાં યોગીબાબુ પણ છે. તેમના રોલ માટે એક સરપ્રાઇઝ પણ છે, જે ફિલ્મના ઓડિયો લોંચ વખતે જાહેર કરવામાં આવશે. તેમના સિવાય અજુ વર્ગીઝ, અર્જૂન અસોકન, સેટ્ઝ, સુશ્મિતા, નિશ્મા, સ્વામીનાથન, રેડીન કિંગ્સ્લે, રાજેન્દ્રન, દીપા અક્કા, સંતોષ જેકોબ અને રાજકુમાર પણ છે. આ ફિલ્મના ઓડિયો લોંચની ઇવેન્ટ ૪ જાન્યુઆરીએ સત્યભામા યુનિવર્સિટી ખાતે યોજાશે અને ફિલ્મ મે, ૨૦૨૬માં રિલીઝ થશે.




