
ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી.દિલ્હીથી કાશ્મીર સુધી કોલ્ડવેવને લઈ હવામાન દ્વારા એલર્ટ જારી.ઉત્તર પ્રદેશમાં સવારના કલાકો દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની શક્યતા છે.ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં તાપમાન શૂન્યથી નીચે આવી ગયું છે. આ દરમિયાન, દિલ્હીમાં આ વર્ષે પહેલીવાર લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી થોડા દિવસો સુધી તીવ્ર ઠંડી ચાલુ રહેવાની ધારણા છે. ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં પણ તીવ્ર ઠંડીની સ્થિતિ ઉત્પન્ન શકે છે.
હવામાન વિભાગે પૂર્વી અને પશ્ચિમ રાજસ્થાન માટે રેડ એલર્ટ જારી કર્યું છે, જેમાં તીવ્ર ઠંડીની લહેર અને અત્યંત ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે. વધુમાં, સાત રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે: હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને બિહાર, જેમાં ગાઢ ધુમ્મસની અપેક્ષા છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીમાં ચેતવણી આપવામાં આવી છે કે આગામી થોડા દિવસો સુધી ગાઢ ધુમ્મસનો ખતરો ચાલુ રહેશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, “ઉત્તર પ્રદેશમાં, ૧૩ જાન્યુઆરી સુધી સવારના કલાકો દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની શક્યતા છે, જ્યારે ૧૮ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની આગાહી છે.
બિહારમાં, ૧૨ જાન્યુઆરી સુધી સવારના કલાકો દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની શક્યતા છે અને ૧૭ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની આગાહી છે.”
અહેવાલમાં જણાવાયું છે કે જમ્મુ વિભાગ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબમાં ૧૬ મી તારીખ સુધી હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં ૧૭ મી તારીખ સુધી, પશ્ચિમ રાજસ્થાનમાં ૧૩ મી તારીખ સુધી, પૂર્વી રાજસ્થાન અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ૧૪મી તારીખ સુધી અને આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ૧૪ મી જાન્યુઆરીએ સવારના કલાકો દરમિયાન ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની શક્યતા છે.
દિલ્હી અને સમગ્ર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં ઠંડીનો પ્રકોપ યથાવત છે. સોમવારે સવારે પણ તીવ્ર ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો, જાેકે દિવસે તડકો હતો. શહેરના ઘણા હવામાન મથકો પર લઘુત્તમ તાપમાન લગભગ ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું. જાન્યુઆરી ૨૦૨૩ પછી આ મહિનાનો સૌથી ઠંડો દિવસ હતો.IMD અનુસાર, ૧૬ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ લઘુત્તમ તાપમાન ઘટીને ૧.૪ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું.




