
૫૦% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સલાહ વાયુ પ્રદૂષણે દિલ્હીની દશા બગાડી, AQI 400 પાર દિલ્હીમાં હાલમાં GRAP-3 પ્રતિબંધો લાગુ છે.
ભારતમાં શિયાળાની શરૂઆત થતાં જ રાજધાની દિલ્હીની હવાની ગુણવત્તા ગંભીર સ્તરે પહોંચી ગઈ છે. રવિવારે (૨૩મી નવેમ્બર) સવારે દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૩૮૦ નોંધવામાં આવ્યો હતો, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. જાેકે, શહેરના અનેક વિસ્તારોમાં AQI 400 ને વટાવી ગયો છે, જેના કારણે દિલ્હીની હવા રહેવા યોગ્ય છે કે નહીં તેવો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે.
છેલ્લા ત્રણ દિવસથી AQI નો ટ્રેન્ડ ચિંતાજનક છે (૨૦ નવેમ્બરે ૩૯૧, ૨૧ નવેમ્બરે ૩૬૪ અને ૨૨ નવેમ્બરે ૩૭૦), જે દર્શાવે છે કે પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ ગંભીર બની રહી છે. દિલ્હીના આનંદ વિહાર, અશોક વિહાર, બવાના, બુરાડી ક્રોસિંગ, મુંડકા, નરેલા, નેહરુ નગર, નોર્થ કેમ્પસ, પંજાબી બાગ, રોહિણી, સોનિયા વિહાર, વિવેક વિહાર અને વઝીરપુર મોનિટરિંગ સ્ટેશનો પર હવાની ગુણવત્તા ૪૦૦ને વટાવી ગઈ. વઝીરપુર અને વિવેક વિહાર સ્ટેશનો પર હવાની ગુણવત્તા સૌથી ખરાબ હતી, જ્યાં છઊૈં સ્તર ૪૪૦ અને ૪૫૦ ની વચ્ચે નોંધાયું હતું. ફક્ત મંદિર માર્ગે શ્રેષ્ઠ હવા ગુણવત્તા નોંધાઈ હતી, જેમાં ૨૯૮ AQI હતો, જે ખરાબ શ્રેણીમાં આવે છે.
વધતા પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારે ખાનગી ઓફિસોને તેમની સ્થળ પરની કાર્યબળ ક્ષમતાના ૫૦ ટકા કામ કરવા માટે એડવાઈઝરી જાહેર કરી છે. આ દરમિયાન બાકીના કર્મચારીઓ વર્ક ફ્રોમ ચાલુ રાખશે. આ ર્નિણય એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM) દ્વારા જાહેર કરાયેલા નવા માર્ગદર્શિકા અનુસાર લેવામાં આવ્યો હતો. દિલ્હીમાં હાલમાં GRAP-3 પ્રતિબંધો લાગુ છે. પર્યાવરણ મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ ભાર મૂક્યો હતો કે દિલ્હી સરકાર GRAP-3 હેઠળ પ્રદૂષણ નિયંત્રણ પગલાં સક્રિયપણે અમલમાં મૂકી રહી છે, જેમાં જાહેર આરોગ્ય અને હવા ગુણવત્તા સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.




