
મહત્ત્વના કરારો પર હસ્તાક્ષર.શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને ભારત સાથે સંરક્ષણ, અવકાશ, ઉર્જા ક્ષેત્રોને આવરી લેતા કરારો કર્યા. UAE અને ભારત નવા લોન્ચ કોમ્પ્લેક્સ, સેટેલાઇટ ઉત્પાદન સુવિધાઓ, સંયુક્ત મિશન, સ્પેસ એકેડેમી અને તાલીમ કેન્દ્રો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને અધિકૃતતા કેન્દ્ર અને અવકાશ માળખાગત વિકાસ અને વ્યાપારીકરણ માટે UAE સ્પેસ એજન્સી વચ્ચે ઉદ્દેશ પત્ર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ખાસ પહેલ હેઠળ, ેંછઈ અને ભારત નવા લોન્ચ કોમ્પ્લેક્સ, સેટેલાઇટ ઉત્પાદન સુવિધાઓ, સંયુક્ત મિશન, સ્પેસ એકેડેમી અને તાલીમ કેન્દ્રો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
UAE સ્પેસ એજન્સીમાં ઘણી વિશિષ્ટ સુવિધાઓ છે. જે તેને વિશ્વની અગ્રણી સ્પેસ એજન્સીઓમાંની એક બનાવે છે. તેની સ્થાપના ૨૦૧૪માં થઈ હતી અને આટલા ટૂંકા સમયમાં, તે આરબ અને ઇસ્લામિક વિશ્વની પ્રથમ સ્પેસ એજન્સી તરીકે ઉભરી આવી છે.
તેણે ૨૦૨૦માં મંગળ ગ્રહ પર પ્રથમ આરબ મિશન લોન્ચ કર્યું અને ૨૦૨૧માં મંગળ ગ્રહની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પહોંચ્યું. આ બીજા ગ્રહ પર પહોંચનાર આરબ વિશ્વનું પ્રથમ અવકાશયાન હતું અને મંગળ પર પહોંચનાર વિશ્વનું પાંચમો દેશ હતો.
ભારતના અવકાશ મિશન અને એજન્સીઓ સતત નાસા અને રશિયન એજન્સીઓ સાથે સ્પર્ધા કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારતના ISRO એ વૈશ્વિક સ્તરે પોતાની છાપ છોડી છે. ેંછઈ સ્પેસ એજન્સી અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન વચ્ચે પહેલાથી જ મજબૂત સંબંધ છે. ૨૦૧૬માં એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં એક સંયુક્ત કાર્યકારી જૂથની સ્થાપના કરવામાં આવી હતી.




