
થલાપતિ વિજયની ફિલ્મને મોટો ફટકોમદ્રાસ હાઈકોર્ટે સેન્સર સર્ટિફિકેટનો આદેશ રદ કર્યોમદ્રાસ હાઈકોર્ટે વિજયની ફિલ્મ “જાન નાયકન” ને સેન્સરશીપ સર્ટિફિકેટ આપવાના સિંગલ જજના આદેશને રદ કર્યો છેથલાપતિ વિજયને લઈને માઠા સમાચાર સામે આવ્યા છે. સાઉથ અભિનેતા થલાપતિ વિજયની ફિલ્મ પર સંકટ તોળાયું. થલાપતિની વિજયની આગામી ફિલ્મ “જાન નાયકન” ની રિલીઝ પર લટકતી તલવાર છે. મદ્રાસ હાઈકોર્ટે વિજયની ફિલ્મ “જાન નાયકન” ને સેન્સરશીપ સર્ટિફિકેટ આપવાના સિંગલ જજના આદેશને રદ કર્યો છે. કોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે મંગળવારે આ ચુકાદો આપ્યો.
મંગળવારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી કરતા હાઈકોર્ટની બે જજાેની બેન્ચે આ મહત્વનો ર્નિણય સંભળાવ્યો હતો. અગાઉ હાઈકોર્ટના સિંગલ જજે ફિલ્મને સમીક્ષા સમિતિ પાસે મોકલવાના સેન્સર બોર્ડના ર્નિણયને નકારી કાઢ્યો હતો અને બોર્ડને તાત્કાલિક સેન્સર સર્ટિફિકેટ આપવા નિર્દેશ કર્યો હતો. સેન્સર બોર્ડે આ ર્નિણયને પડકારતા દલીલ કરી હતી કે ફિલ્મ સામે મળેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને તેની ગંભીર સમીક્ષા જરૂરી છે. હાઈકોર્ટે બોર્ડની દલીલ ગ્રાહ્ય રાખીને સિંગલ જજના આદેશ પર મનાઈહુકમ આપ્યો છે.
‘જન નાયકન‘ ફિલ્મ અસલમાં ૯ જાન્યુઆરી ના રોજ પોંગલના અવસરે રિલીઝ થવાની હતી. પરંતુ, રિલીઝના થોડા દિવસો પહેલા જ સેન્સર બોર્ડે ફિલ્મને ‘રિવ્યુ કમિટી‘ પાસે મોકલવાનો ર્નિણય કર્યો હતો. બોર્ડ મુજબ, ફિલ્મની વિષયવસ્તુ સામે કેટલીક ફરિયાદો મળી હતી, જેના કારણે પ્રમાણપત્ર આપવામાં વિલંબ થયો હતો. ફિલ્મ નિર્માતા દ્ભફદ્ગ પ્રોડક્શન્સે આ મામલે સુપ્રીમ કોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હતા. પરંતુ ૧૫ જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે પણ કોઈ તાત્કાલિક રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો અને નિર્માતાઓને ફરીથી મદ્રાસ હાઈકોર્ટમાં જ નિર્દેશ આપ્યા હતા




