
જસપ્રીત બુમરાહની માતા હાજર રહેશેનિર્માણ હાઇસ્કૂલ વસ્ત્રાપુર ખાતેT20 વર્લ્ડ કપની ઓફિશિયલ ટ્રોફીનું ભવ્ય આગમનઆ T20 વર્લ્ડ કપની ઓફિશિયલ ટ્રોફી સવારે ૧૦ થી બપોરે ૧૨ વાગ્યા સુધી શાળાના વિદ્યાર્થીઓ, આમંત્રિત મહેમાનો અને શાળા પરિવારના સભ્યોના દર્શનાર્થે મૂકવામાં આવશેનિર્માણ હાઇસ્કૂલ વસ્ત્રાપુર ખાતેT20 વર્લ્ડ કપની ઓફિશિયલ ટ્રોફીનું ભવ્ય આગમન થશે, ભૂતપૂર્વ વિદ્યાર્થી જસપ્રીત બુમરાહના સન્માનમાં યોજાશે કાર્યક્રમ ભારતીય ક્રિકેટ ટીમને ૧૭ વર્ષના લાંબા વિરામ બાદ પ્રાપ્ત થયેલી ICC T20 વર્લ્ડ કપની ઓફિશિયલ ટ્રોફી તારીખ ૨૮/૦૧/૨૦૨૬, બુધવારના રોજ નિર્માણ હાઇસ્કૂલ, વસ્ત્રાપુર ખાતે પ્રદર્શિત થનાર છે.
ભારતીય ક્રિકેટ ટીમને ૧૭ વર્ષના લાંબા વિરામ બાદ પ્રાપ્ત થયેલી ICC T20 વર્લ્ડ કપની ઓફિશિયલ ટ્રોફી તારીખ ૨૮/૦૧/૨૦૨૬, બુધવારના રોજ નિર્માણ હાઇસ્કૂલ, વસ્ત્રાપુર ખાતે પ્રદર્શિત થનાર છે.
આ ટ્રોફી નિર્માણ હાઇસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભારતીય સ્ટાર ક્રિકેટર અને વિશ્વવિખ્યાત બોલર જસપ્રીત બુમરાહના સન્માનમાં તેમની માતૃ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
આ ઐતિહાસિક ટ્રોફીના સન્માન માટે યોજાયેલા કાર્યક્રમમાં જસપ્રીત બુમરાહના માતા દલજીત કૌર, તેમના અન્ડર-૧૯ મુસ્તાક અલી ચેમ્પિયન કોચ રાજીવ દેસાઈ, રણજીત ટ્રોફીના કોચ સાઇગલ સર અને હિતેશ સર, અજયભાઈ પટેલ (સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ, ઓલિમ્પિક ગેમ્સ ઓફ ઇન્ડિયા), અનિલ પટેલ (સેક્રેટરી, GCA) તેમજ ગુજરાતી સાહિત્યના શિરમોર કુમારપાળભાઈ દેસાઈ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
આ T20 વર્લ્ડ કપની ઓફિશિયલ ટ્રોફી સવારે ૧૦ થી બપોરે ૧૨ વાગ્યા સુધી શાળાના વિદ્યાર્થીઓ, આમંત્રિત મહેમાનો અને શાળા પરિવારના સભ્યોના દર્શનાર્થે મૂકવામાં આવશે. ત્યારબાદ બપોરે ૧૨:૦૦ થી ૧:૩૦ વાગ્યા સુધી અન્ય શાળાના વિદ્યાર્થીઓ તેમજ તમામ ક્રિકેટપ્રેમીઓ માટે ટ્રોફી નિહાળવા ખુલ્લી રાખવામાં આવશે.
નિર્માણ હાઇસ્કૂલ માટે આ પ્રસંગ ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક બની રહેશે, જેમાં એક વિદ્યાર્થીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટાર સુધીની સફરની પ્રેરણાદાયક કહાની નવી પેઢી સમક્ષ રજૂ થશે.




