
અજિત પવારના નિધન પર શરદ પવારની સ્પષ્ટતાઆ મોટી દુર્ઘટનાપૂર્ણ દુર્ઘટના છે, કોઈપણ કાવતરું નથીમમતા બેનર્જી, સપા નેતા એસટી હસન જેવા વિપક્ષના કેટલાય નેતાઓએ કાવતરાની આશંકા વ્યક્ત કરતા તપાસની માગ કરી હતી NCP સુપ્રીમો શરદ પવારે અજિત પવારના વિમાન દુર્ઘટનાને લઈને ઊઠી રહેલી કાવતરાની આશંકાઓ અને રાજકીય પ્રતિક્રિયાઓ પર સ્પષ્ટતા કરી છે. ખૂબ જ ભાવુક અને ગંભીર અંદાજમાં પવારે સ્પષ્ટ કહ્યું છે કે આ એક મોટી અને દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના છે. તેમાં કોઈ રાજનીતિ કે કાવતરું નથી.
ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી, સપા નેતા એસટી હસન જેવા વિપક્ષના કેટલાય નેતાઓએ કાવતરાની આશંકા વ્યક્ત કરતા તપાસની માગ કરી હતી. ત્યાં સુધી કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ થવી જાેઈએ. દુર્ઘટના પર સવાલ કરનારાને જવાબ આપતા શરદ પવારે કહ્યું કે તપાસ એજન્સીઓ પર વિશ્વાસ રાખો અને કારણવગરની અટકળો ન લગાવો. પવારે તમામ પાર્ટી અને સમર્થકોને અપીલ કરી છે કે આ સમય રાજકારણ કરવાનો નથી, પણ પરિવારના ઊંડા આઘાતમાં સામેલ થવાનો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ ત્રાસદીનું સન્માન થવું જાેઈએ.
મમતા બેનર્જીએ કહ્યું કે, બે દિવસ પહેલા તેમને ખબર પડી હતી કે અજિત પવાર ભાજપ છોડવાના છે અને આજે આ ઘટના થઈ ગઈ. તેમણે આ મામલાની સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસની માગ કરી છે.
મમતાએ કહ્યું કે અમને ખાલી સુપ્રીમ કોર્ટ પર વિશ્વાસ છે, કોઈ અન્ય એજન્સી પર નહીં. તમામ એજન્સીઓ સંપૂર્ણપણે સમાધાન કરી ચૂકી છે.
સપા સાંસદ એસટી હસને પણ દુર્ઘટના પાછળ કાવતરાની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ મેટર ઓફ ઇન્વેસ્ટિગેશન છે. જ્યારે પણ કોઈ દુર્ઘટના થાય છે તો તપાસ થવી જાેઈએ કે ક્યાંક કોઈ કાવતરું તો નથી ને? તપાસ બાદ જ ખબર પડશે કે આ દુર્ઘટના હતી કે કોઈ કાવતરું હતું. તપાસ બાદ જ સત્ય શું છે તે જાણી શકાય.




