
બ્લેકલિસ્ટ થયેલા તમામ વાહન માલિકોને નોટિસ અમદાવાદમાં ટેક્સના ભરનારા સામે RTO કાર્યવાહી અમદાવાદ RTO માં ૬૫૦૦ અને વસ્ત્રાલ RTO ૧૮૦૦ કોમર્શિયલ વાહનો બ્લેકલિસ્ટ કરાયા છે
અમદાવાદમાં રોડ ટેક્સ ન ભરનારા વાહન માલિકો સામે આરટીઓ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ત્રણ વર્ષથી ટેક્સ ન ભરનારા ૮,૩૦૦ જેટલા કોમર્શિયલ વાહનોને આરટીઓએ બ્લેકલિસ્ટ કર્યા છે.
આરટીઓ વિભાગે બ્લેકલિસ્ટ થયેલા તમામ વાહન માલિકોને નોટિસ પાઠવી છે. નોટિસમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે બાકી રહેલો ટેક્સ દંડ સાથે ભરવામાં આવે તો વાહનને બ્લેકલિસ્ટમાંથી મુક્તિ આપવામાં આવશે. અમદાવાદ ઇ્ર્ંમાં ૬૫૦૦ અને વસ્ત્રાલ ઇ્ર્ંમાં ૧૮૦૦ કોમર્શિયલ વાહનો બ્લેકલિસ્ટ કરાયા છે.
લાંબા સમયથી ટેક્સ બાકી રાખવાથી સરકારને મોટું આર્થિક નુકસાન થતું હતું. આ કાર્યવાહી બાદ ટેક્સ વસૂલાતમાં વધારો થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.




