
UGCના નવા નિયમો અને ઘૂસખોર પંડિત ફિલ્મ સામે લડત.હવે બ્રહ્મ સમાજ પણ નક્કી કરશે સામાજિક બંધારણ.ગાંધીનગર ખાતે બ્રહ્મ સમાજની બેઠક મળી હતી.ગાંધીનગર ખાતે આજે બ્રહ્મ સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. અન્ય સમાજાેની જેમ બ્રાહ્મણ સમાજ પણ હવે સામાજિક બંધારણ નક્કી કરવા તરફ આગળ વધશે. બંધારણ ઘડવા માટે સમગ્ર ગુજરાતના બ્રાહ્મણો પાસેથી સૂચનો મંગાવવામાં આવશે. આગામી સમયમાં મળનારી વાર્ષિક સામાન્ય સભામાં બંધારણ નક્કી કરવામાં આવશે.
ગાંધીનગરમાં બ્રાહ્મણ સમાજની બેઠકમાં ેંય્ઝ્રના નવા નિયમ અને ફિલ્મ ઘુસખોર પંડિતના વિરોધ મુદ્દે પણ ર્નિણય લેવામાં આવ્યો છે.
બ્રહ્મ સમાજની બેઠકમાં જણાવવામાં આવ્યું કે સરકારી ર્નિણય અને પરિપત્રમાં બ્રહ્મ સમાજ અને અન્ય સવર્ણ સમાજને ટાર્ગેટ કરવામાં આવશે. બેઠકમાં સરકારના વાંધાજનક પરિપત્ર અને નિયમો સામે લડાઈ લડવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ગુજરાત બ્રહ્મ સમાજની બેઠકમાં યુજીસીના નવા નિયમો સામે લડત ચાલુ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે, ત્યાં સુધી આંદોલનાત્મક કાર્યક્રમો યોજાશે નહીં. બીજી તરફ ફિલ્મ ઘુસખોર પંડિત સામે પણ આંદોલન કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. બેઠકમાં આરોપ લગાવવામાં આવ્યો કે આ ફિલ્મ દ્વારા બ્રાહ્મણોને નીચા દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.




