
ગાંધીજીની ગરિમા ન જળવાઈ!.અમદાવાદના કોચરબ આશ્રમમાં નિયમો નેવે મૂકીને લગ્નની પાર્ટી યોજાઈ.ગાંધીજીનો કોચરબ આશ્રમ પાર્ટી પ્લોટમાં પલટાયો, ગાંધીજીની ગરિમા ભૂલીને લગ્ન માટે ભાડે અપાયા.ગુજરાતમાં ગાંધીનું માન પણ ન જળવાયું. એક સમયે ગાંધીજી અમદાવાદના જે કોચરબ આશ્રમમાં રહેતા હતા, તે સંરક્ષિત વિસ્તારમાં લગ્નનું આયોજન થતા વિવાદ સર્જાયો છે. કોચરબ આશ્રમમા લગ્નનું આયોજન થતા વિવાદ ઉઠ્યો છે. કોચરબ આશ્રમમાં ગાંધીજીની સાદગી ભૂલાઈ અને ડીજેના તાલે લગ્ન યોજાયા છે. કોચરબ આશ્રમને પાર્ટી પ્લોટમા ફેરવી દેવામાં આવ્યો છે. ત્યારે સવાલ એ છે કે, સંરક્ષિત ઈમારતોમાં ગણાતા આ સ્થળ પર આખરે કોણે લગ્ન યોજવાની પરમિશન આપી. કોની મંજુરીથી અહીં લગ્ન યોજાયા.
તો બીજી તરફ, કોચરબ આશ્રમમાં ડીજેના તાલે થયેલા લગ્ન મામલે ગુજરાત વિદ્યાપીઠના વાઈસસ ચાન્સેલરના ગોળ ગોળ જવાબો જાેવા મળ્યા. ઉલ્લેખનીય છે કે, ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી. સૌથી પહેલા મગનભાઈ ગાંધીના લગ્ન તેમણે કોચરબ આશ્રમમાં કરાવ્યા હતા. ત્યાર બાદ કોચરબ આશ્રમ અને ગુજરાત વિદ્યાપીઠ સાથે જાેડાયેલા પરિવારના લોકો વિદ્યાપીઠમાં જ પારિવારિક પ્રસંગ ઉજવે છે. ત્યારે લગ્નનો પ્રસંગ કોણે અને કોની પરમિશનથી ઉજવ્યો.
ગુગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ આકરો વિરોધ કરતાં કહ્યું કે, આ ગાંધીજીના વિચારો અને વિરાસત પર સીધો પ્રહાર છે. ગાંધીજીએ ૧૯૧૫માં સ્થાપેલા આ આશ્રમની રચના સાદગી, સ્વાવલંબન, અહિંસા અને આત્મશુદ્ધિના સિદ્ધાંતો પર થઈ હતી. આશ્રમના નિયમોમાં સભ્યોને શારીરિક શ્રમ, સ્વદેશી વસ્ત્રોનું પાલન કરવું જરૂરી હતું.લગ્ન જેવા વૈભવી અને ખાનગી વ્યક્તિગત કાર્યક્રમો આશ્રમના આ સિદ્ધાંતોની વિરુદ્ધ છે. કારણ કે આશ્રમ કોઈ વ્યક્તિગત ઉજવણીનું સ્થળ નહીં, પરંતુ રાષ્ટ્રીય સેવા અને સત્યાગ્રહનું કેન્દ્ર હતું. આવા કાર્યક્રમથી આશ્રમની પવિત્રતા અને શાંતિ ભંગ થાય છે, જે ગાંધીજીના વિચારોનું અપમાન છે.અહીં શારીરિક શ્રમ અને સ્વદેશીનું કડક પાલન જરૂરી હતું. વૈભવી ખાનગી કાર્યક્રમો આ સિદ્ધાંતોની વિરુદ્ધ છે, જે આશ્રમની પવિત્રતા ભંગ કરે છે અને વિરાસતનું વ્યાપારીકરણ કરે છે.આશ્રમ હાલ ગુજરાત વિદ્યાપીઠ અને સરકારી ટ્રસ્ટ હેઠળ છે. આવા કાર્યક્રમની મંજૂરી કોણે આપી તેની તપાસ અને જવાબદારી નક્કી કરવી જરૂરી છે, જેથી ગાંધીજીના આદર્શો જીવંત રહે.




