
ભાજપ દ્વારા અવારનવાર આમ આદમી પાર્ટીના નેતા ઉપર ખોટા કેસો કરીને દબાણ બનાવવામાં આવતું હોય છે. હાલમાં પણ આવી જ એક પરિસ્થિતિ ઊભી થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ અને જાણીતા ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ આજે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. આ રાજીનામાં પાછળ ફરી એકવાર શંકાની સોય ભાજપ તરફ વળી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે રાજુભાઈ કરપડાના પરીવારને જુના એક 307ના કેસમાં સુરેન્દ્રનગર જિલ્લા કોર્ટે સજા ફટકારી છે (જે કેસમાં જાણીતા ગાયક દેવાયત ખવાડનું પણ નામ હતું.) જો આ કેસમાં રાજુભાઈ અને તેના પરીવારને હાઈકોર્ટમાંથી રાહત ન મળે તો રાજુભાઈ અને તેમના પરિવારે જેલ જવું પડે તેમ છે અને જો આવું થાય તો રાજુભાઈ ચૂંટણી પણ લડી ન શકે. તો આ કેસને લઈને શંકા ઉપજી રહી છે કે ભાજપના નેતાઓએ રાજુભાઈ કરપડા પર તેમના જેલવાસ દરમિયાન અથવા તો ત્યારબાદ દબાણ બનાવ્યું હોઈ શકે, જેના કારણે રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીને છોડી દીધી. એવી પણ શંકા છે કે તેઓ ટૂંક સમયમાં કદાચ તેઓ ભાજપમાં જોડાઈ શકે છે અને જો આ વાતોમાં સચ્ચાઈ હશે તો ફરી એકવાર સાબિત થશે કે ભાજપ આમ આદમી પાર્ટીની તથા AAP નેતાઓ તથા કાર્યકર્તાઓની વધતી લોકપ્રિય થતી ડરીને સામ-દામ દંડ ભેદનો ઉપયોગ કરી રહી છે અને નેતાઓ પર દબાણ બનાવીને તેમને તોડવાના પ્રયાસ કરી રહી છે.




