
આ વર્લ્ડ કપનો સૌથી મોટો અપસેટ ઝિમ્બાબ્વેએ રોમાંચક T20 મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું ઝિમ્બાબ્વેએ બનાવેલા ૧૭૦ રનના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા ૧૪૬ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું (સંપૂર્ણ સમાચાર સેવા)
કોલંબો, તા.૧૩
ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 વર્લ્ડ કપની ૧૯મી મેચ કોલંબો સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા, ઝિમ્બાબ્વેએ ૨૦ ઓવરમાં ૨ વિકેટ ગુમાવીને ૧૬૯ રન બનાવ્યા.
ઝિમ્બાબ્વેએ T20 વર્લ્ડ કપ ૨૦૨૬ ની ૧૯મી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને મોટો અપસેટ સર્જ્યો. ૧૭૦ રનના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા ૧૪૬ રનમાં ઓલઆઉટ થઈ ગયું. ઓપનિંગ જાેડી જાેશ ઈંગ્લિસ (૮) અને ટ્રેવિસ હેડ (૧૭) રન બનાવી આઉટ થયા, અને ત્રીજા નંબરે બેટિંગ કરી રહેલા કેમેરોન ગ્રીન પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં. ઝિમ્બાબ્વેના બોલર બ્રેડ ઇવાન્સે શાનદાર બોલિંગ કરી અને ત્રણ વિકેટ લીધી.
ઓસ્ટ્રેલિયા તરફથી મેટ રેનશો (૬૫ રન) એ ફિફ્ટી ફટકારી. ગ્લેન મેક્સવેલે ૩૧ રન બનાવ્યા. માર્કસ સ્ટોઈનિસ (૬), ટ્રેવિસ હેડ (૧૭) અને જાેશ ઈંગ્લિસ (૮) સારું પ્રદર્શન કરી શક્યા નહીં. ટિમ ડેવિડ અને કેમેરોન ગ્રીન પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહીં.
ઝિમ્બાબ્વે તરફથી બ્રાયન બેનેટે ૫૬ બોલમાં અણનમ ૬૪ રન બનાવ્યા. આ T20 વર્લ્ડ કપમાં તેની પહેલી અડધી સદી છે અને T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેની કુલ ૧૧મી અડધી સદી છે. તેના સિવાય, તાદિવાનાશે મારુમાની અને રાયન બર્લે ૩૫-૩૫ રનની ઇનિંગ રમી. કેપ્ટન સિકંદર રઝાએ ૧૩ બોલમાં અણનમ ૨૫ રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી માર્કસ સ્ટોઈનિસ અને કેમેરોન ગ્રીને ૧-૧ વિકેટ લીધી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની શરૂઆત સારી રહી. તાદિવાનાશે મારુમાની અને બ્રાયન બેનેટે પ્રથમ વિકેટ માટે ૬૧ રનની ભાગીદારી કરી.
મારુમાની ૨૧ બોલમાં ૩૫ રન બનાવીને આઉટ થયો. તેમના આઉટ થયા પછી, રાયન બર્લ બેટિંગ કરવા આવ્યો. તેમણે અને બ્રાયન બેનેટે બીજી વિકેટ માટે ૭૦ રન ઉમેર્યા. બર્લ ૩૦ બોલમાં ૩૫ રન બનાવીને આઉટ થયો. તેમના આઉટ થયા પછી, બ્રાયન બેનેટ અને કેપ્ટન સિકંદર રઝાએ અંત સુધી બેટિંગ કરી. બેનેટે ૫૬ બોલમાં અણનમ ૬૪ રન બનાવ્યા, જેમાં સાત ચોગ્ગાનો સમાવેશ થાય છે. ત્યારબાદ સિકંદર રઝા ૧૩ બોલમાં ૨૫ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો, જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ટીમનો સ્કોર ફક્ત ૨૯ રન પર હતો ત્યારે ચાર બેટ્સમેન આઉટ થયા. જાેશ ઇંગ્લિસ (૮), ટ્રેવિસ હેડ (૧૭), કેમેરોન ગ્રીન (૧૭), અને ટિમ ડેવિડ (૧૫) રન બનાવ્યા. ત્યારબાદ ગ્લેન મેક્સવેલ અને મેટ રેનશોએ ૭૭ રન બનાવ્યા. ૩૧ બોલમાં ૩૧ રનની ધીમી ઇનિંગ બાદ મેક્સવેલ આઉટ થયો. તેના આઉટ થવાથી ઓસ્ટ્રેલિયાની ઇનિંગ ફરી ખોરવાઈ ગઈ. રેનશો ટીમનો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો, તેણે ૪૪ બોલમાં ૬૫ રન બનાવ્યા.




