
મહેસાણા માર્કેટ યાર્ડમાં વિવિધ કૃષિ જણસીની સારી આવક નોંધાઈ.આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં હવે રાયડાની સિઝન શરૂ થતા રાયડાની પણ આવક મોટા પ્રમાણમાં આવી રહી છે.મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે વિવિધ કૃષિ જણસીની સારી આવક નોંધાઈ હતી. ખાસ કરીને એરંડા, રાયડો, ગુવાર અને અજમાની નોંધપાત્ર આવક જાેવા મળી હતી. એરંડાના ભાવમાં ગઈકાલની સરખામણીમાં સામાન્ય ઘટાડો નોંધાયો હોવા છતાં, કુલ ભાવ હજી પણ ખેડૂતોને ફાયદાકારક જ કહી શકાય. આજે માર્કેટ યાર્ડમાં એરંડાની ૧૧૪૯ બોરીની આવક નોંધાઈ છે, ગયા અઠવાડિયા કરતા આજે આવકમાં વધારો છે. આજે માર્કેટ યાર્ડમાં ગુવારની પણ સારી આવક જાેવા મળી છે. આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં હવે રાયડાની સિઝન શરૂ થતા રાયડાની પણ આવક મોટા પ્રમાણમાં આવી રહી છે.
આજે માર્કેટ યાર્ડમાં એરંડાની કુલ ૧૧૪૯ બોરી આવક નોંધાઈ હતી. આજે માર્કેટ યાર્ડમાં એરંડાની આવકમાં અઠવાડિયાની સરખામણીએ વધારો જાેવા મળ્યો છે. આજે તેના ઊંચા ભાવ ૧૨૯૮ રૂપિયા પ્રતિ ૨૦ ાખ્ત અને નીચા ૧૨૦૦ રૂપિયા પ્રતિ ૨૦ ાખ્ત નો ભાવ મળ્યો હતો. ગઈકાલની સરખામણીમાં ૨૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જાેકે પાછલા અઠવાડિયે એરંડાનો ભાવ ૧૩૦૦ જેવો પ્રતિ ૨૦ ાખ્ત સુધી ગયો હતો, એટલે આ અઠવાડિયે એરંડામાં તેના ભાવ ગયા અઠવાડિયા કરતા ઘટ્યા જાેવા મળી રહ્યા છે. વર્તમાન ભાવ ખેડૂતોને સંતોષકારક મળી રહ્યા છે કારણ કે સિઝનની શરૂઆતથી જ એરંડા ભાવ સ્થિર અને વધતા જ રહ્યા છે.
ઉત્તર ગુજરાતમાં રાયડાની કાપણીનો સમય હોવાના કારણે માર્કેટ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં રાયડાની આવક આવી રહી છે. માર્કેટ યાર્ડમાં આજે રાયડાની આવક ૨૨૫૦ બોરીની નોંધાઈ છે, જેના ભાવ ૧૨૭૨ રૂપિયા પ્રતિ મણ મળ્યો છે. આવકના વધારાની સાથે તેના ભાવમાં સામાન્ય ઘટાડો જાેવા મળ્યો છે. દસ રૂપિયાનો વધારો ગયા અઠવાડિયા કરતા નોંધાયો છે, ગઈકાલ કરતા ૧૦.રૂપિયાનો ઘટાડો છે. ગુવારની આજે ૩૫ બોરી આવક માર્કેટ યાર્ડમાં પહોંચી હતી. ગુવારની આવકમાં આ અઠવાડિયે સામાન્ય ઘટાડો નોંધાયો છે, તેનો ભાવ ૧૦૧૧ રૂપિયા પ્રતિ મણ બોલાવવામાં આવ્યો હતો. ગુવારનો ભાવ આ અઠવાડિયે ૧૦ થી ૨૦ રૂપિયા ગયા અઠવાડિયાની સરખામણીમાં ઘટ્યો છે, ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં ૧૦ રૂપિયાનો વધારો આજે નોંધાયો છે. ગુવારના મુખ્ય ખરીદદારો પશુઆહાર અને ઔદ્યોગિક યુનિટો હોવાથી સ્થાનિક બજારમાં ગુવારની માંગ સદાય સ્થિર રહેતી હોય છે. ખેડૂતોને ઉત્પાદન અનુરૂપ સારું વળતર મળી રહે છે, તે છતાં ગયા અઠવાડિયા કરતા આ અઠવાડિયે ગુવારના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
અજમાની તરફ જાેઈએ તો આજે ૨ બોરી આવક થઈ હતી. આજે અજમાની આવકમાં ઘટાડો થયો છે.
અજમાની આવકમાં આજે ગયા અઠવાડિયાની સરખામણીએ ઘટાડો નોંધાયો છે. બજારમાં અજમાનો ઊંચો ભાવ ૧૪૦૦ રૂપિયા પ્રતિ ૨૦ ાખ્ત અને નીચો ભાવ ૫૦૦ રૂપિયા પ્રતિ ૨૦ ાખ્ત રહ્યો. ગુણવત્તા પ્રમાણે મોટો ભાવફેર જાેવા મળ્યો. ગયા અઠવાડિયા કરતા તેના ભાવમાં ઘણો ઘટાડો નોંધાયો છે. સારી ક્વોલિટીના અજમાને ઊંચી કિંમતે ખરીદવામાં આવ્યો જ્યારે મિશ્ર અને મધ્યમ ગુણવત્તાનો ભાવ તુલનાત્મક રીતે ઓછો રહ્યો. આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં આજે ઘઉં, બાજરી, અડદ, તલ, મેથી જેવા ધાન્ય અને મહત્ત્વના પાકની પણ વિવિધ સ્તરે આવક નોંધાઈ હતી.
મહેસાણા માર્કેટ યાર્ડમાં આજે કુલ વાતાવરણ વ્યસ્ત રહ્યું. સવારે જ ખેડૂતો પોતાની આવક લઈને યાર્ડે પહોંચ્યા હતા. વેપારીઓ તરફથી ખરીદી પણ સામાન્ય કરતાં રહેતી જ હતી. માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું કે આગામી દિવસોમાં જાે કોઈ નવી નીતિ, નિકાસ માંગ અથવા હવામાનમાં ફેરફાર થાય તો ભાવમાં વધુ પરિવર્તન જાેવા મળી શકે છે. કુલમાં, એરંડાના ભાવમાં વધારો થતા ખેડૂતોને મળતા ભાવ સારા છે અને વિવિધ જણસોની આવકથી આજે મહેસાણા યાર્ડ સક્રિય રહ્યો હતો.




