
મહાનગરપાલિકાની ટીમે રેડ પાડીને કાર્યવાહી હાથ ધરી .અમદાવાદમાં સરકારી આવાસમાં ધમધમતું PG ઝડપાયું. LIG ૧૯ નામની સ્કીમમાં બનેલા આવાસ યોજનામાં આ પીજી ચલાવાઈ રહ્યું હત.અમદાવાદ શહેરમાં સરકારી આવાસમાં PG ચાલતું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
શહેરના પશ્ચિમમાં આવેલ સાયન્સ સિટી વિસ્તારમાં સ્થિત LIG ૧૯ નામની સ્કીમમાં બનેલા આવાસ યોજનામાં આ પીજી ચલાવાઈ રહ્યું હતું.
જે અંગેની માહિતી મળતા જ કોર્પોરેશનની ટીમ દ્વારા રેડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સરકારી આવાસમાં ચાલતા PG પકડી પાડવામાં આવ્યું છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે.
વિગતે વાત કરીએ તો, સરકાર આર્થિક રીતે પછાત ગરીબ લોકોને ‘પોતાના ઘરનું સપનું પૂરું કરવા માટે‘ નજીવા રૂપિયામાં સરકારી આવાસ યોજનામાં મકાન ફાળવે છે. પરંતુ આ સરકારી આવાસનો દુરુપયોગ થતો હોવાનો કિસ્સો હાલ ગુજરાતમાંથી સામે આવતા ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના સાયન્સ સિટીમાં આવેલ આવાસ યોજનામાં પીજી ચલાવાઈ રહ્યું હોવાની ઘટનાનો હાલ ભાંડાફોડ થયો છે. LIG ૧૯ નામની સ્કીમ પર બનેલા આ આવાસ યોજનામાં PG ચાલતું હોવાનું તંત્રને ધ્યાને આવતું હતું, જે બાદ અમદાવાદ મહાનગરપાલિકાની ટીમે રેડ પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.
ચોંકાવનારી વાત તો એ છે કે, હાઉસિંગના મકાનમાં પીજી ચલાવવા બાબતે સોશિયલ મીડિયામાં જાહેરાત આપવામાં આવતી હતી. ત્યારે સરકારી આવાસમાં આ પ્રકારની ઘટના સામે આવતા ખરેખર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. હવે આ સમગ્ર મામલે શું કાર્યવાહી થાય છે તે જાેવું રહ્યું!




