
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરતના કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અશોકકુમાર મુન્નાલાલ સાહુ એ તા.૦૯/૦૧/૨૦૨૪ ના રોજ આરોપીઓ દિપક જગદીશપ્રસાદ અગ્રવાલ, શ્રીમતી મીનુબેન રાજેશભાઈ જોષી અને રાજેશભાઈ જોષી વિરુધ્ધ કરેલી લેખિત ફરિયાદને આજે બબ્બે વર્ષના વ્હાણાવાયા છતાં FSL નો રિપોર્ટ નથી આવ્યો એમ કહીને ફરિયાદી ને ધરમના ધક્કા તો ખવડાવેજ છે. સાથે સાથે આડકતરી રીતે કડોદરા પોલીસ જાણે કે આરોપીઓને છાવરી રહી હોય એવું ખુલ્લેઆમ દેખાય છે. છતાં પોલીસના પેટનું પાણી કેમ નથી હાલતું એ સમજમાં નથી આવતું. એક બાજુ ફરિયાદીએ આરોપીઓને અંકે રૂપિયા ૩૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા ત્રીસ લાખ પુરા આપેલા એ નાણાં મળ્યા અંગેની પોતાની સહી સાથેની ડાયરી રાજેશ જોષી નામના આરોપીએ બનાવી આપેલી. જેના પૈસા લેતાના CCTV ફૂટેજ ના ફોટા સાથેના પુરાવાઓ પણ હોવા છતાં આ બોલતા પુરાવાની તપાસ FSL માં મોકલે આજે બબ્બે વર્ષના વહાણા વાયા છતાં FSL નો રિપોર્ટ નથી આવ્યોનું ગાણું ગાતી કડોદરા પોલીસ નામદાર હાઇકોર્ટને ગેરમાર્ગે દોરી સમય પસાર કરીને આરોપીઓને છાવરી રહી છે.
ફરિયાદીએ ત્રણેય આરોપીઓ પાસેથી પલસાણાની શ્રીલક્ષ્મીનગર સોસાયટીમાં બાંધકામ કરેલી ૦૪ માળની ૪૦ રૂમોવાળી મિલકત દસ્તાવેજ નં.૨૮૪૨,તા.૩૧/૦૫/૨૦૧૨ અને દસ્તાવેજ નં.૨૮૪૩,તા.૩૧/૦૫/૨૦૧૨ ની ઝેરોક્ષ નકલો જોઈને રૂપિયા ૫૫,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પંચાવન લાખમાં લેવાનું નક્કી કરીને અંકે રૂપિયા ૩૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા ત્રીસ લાખ પૂરા આરોપી નં.૩ રાજેશ જોષી ને રોકડા આપેલા. જે નાણાં મળ્યા અંગેની પહોંચ ડાયરી રૂપે પોતાની સહી સાથે ફરિયાદીને આપેલી જેના પૈસા આરોપી લેતા હોવાના CCTV ફૂટેજ ના ફોટા પુરાવા પણ છે અને દસ્તાવેજ કર્યા બાદ બાકીના રૂપિયા ૨૫,૦૦,૦૦૦/- અંકે પૂરા રૂપિયા પચ્ચીસ લાખ આપવાનું આરોપીઓએ ફરિયાદીને વચન આપ્યું હતું.
હવે જ્યારે આરોપીઓને બાકીનો અવેજ સ્વીકારી દસ્તાવેજ બનાવવાનું ફરિયાદી અશોકકુમાર સાહુ ધ્વારા વારંવાર કહેવામા આવતા આરોપીઓ દસ્તાવેજ બનાવી આપવાના બદલે આરોપી નં.૧ દિપક જગદીશપ્રસાદ અગ્રવાલ ફોરેન હોવાનું બહાનું બતાવી ને આજ દિન સુધી ફરિયાદીને દસ્તાવેજ તો નથી બનાવી આપ્યો કે નથી રૂપિયા ૩૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા ત્રીસ લાખ પૂરા રોકડા લીધેલી રકમ પાછી આપવાનું આરોપીઓ નામ લેતા. આથી કંટાળેલા ફરિયાદીએ કડોદરા પોલીસ સ્ટેશન થી લઈ હાઇકોર્ટ સુધીના ધરમ-ધક્કા ખાઈ પૈસાનું પાણી કરવા છતાં કડોદરા પોલીસ FSL ના રિપોર્ટનું બહાનું બતાવી સમય પસાર કરીને આડકતરી રીતે આરોપીઓને છાવરવાનું પાપ કરી રહી છે. અત્યારે પરિસ્થિતી એવી ઊભી થઈ છે કે રાજસ્થાની પરપ્રાંતિય મારવાડી સમાજનું જાણે કે કોઈ રણીધણી જ ના હોય એમ બિચારો બાપડો બનીને પોલીસ સામે લાચારી અનુભવતો ઊભો રહેતો હોય અને કડોદરા પી.આઈ આરોપીઓને પોતાની સામે ખુરશીમાં બેસાડી હસતાં મોઢે ફરિયાદીની મજાક ઉડાવતા હોય એનાથી મોટી શરમજનક બાબત પોલીસ માટે શું હોઈ શકે?
હાલમાં હમણાં થોડા દિવસ અગાઉ આરોપી નં.૩ રાજેશ જોષી જેણે બિલ્ડીંગ ફરિયાદીને વેચેલી છે અને ડાયરીમાં સહી કરી નાણાં સ્વીકારેલા છે. જેના પૈસા લેતાના CCTV ફૂટેજ ના ફોટા પુરાવા પણ છે. એ આરોપીએ ફરિયાદીને વેચેલી મિલકતનો દસ્તાવેજ કરવાનો બાકી હોવા છતાં સદર ૪૦ રૂમોવાળી બિલ્ડીંગનું ભાડું લેવા એના વહીવટકર્તા વ્યક્તિ પાસે પહોંચી જતાં એને ફરિયાદી અશોક સાહુની પત્નીએ જોઈ લીધો હતો. અને આરોપી રાજેશ જોષીને પકડી ફરિયાદીની પત્નીએ અશોક સાહુ ને બોલાવી બંને પતિ-પત્ની આરોપીને કહેવા જતાં ઉશકેરાયેલા આરોપીએ પતિ-પત્ની સાથે ડખો ઊભો કર્યો હતો.આથી પતિ-પત્ની આરોપીને પકડીને એમની દુકાનમાં લઈ ગયેલા ત્યારે આરોપી સાથે આવેલો એક શખ્સ ભાગી જઈ કડોદરા પોલીસને જાણ કરતા પોલીસ આવી સ્થળ ઉપર જઈ
તમામ ફરીયાદીઓ અને આરોપી ને કડોદરા પોલીસ ચોકી લઈ ગયેલા અને ફરિયાદીઓને સાંજ સુધી ગોંધી રાખેલ. જ્યાં મૂળ ફરિયાદી પતિ-પત્નીની વાત સાંભળવાને બદલે જાણે કે ફરિયાદી જ આરોપીઓ હોય એમ ઉલ્ટો ચોર કોટવાલને દાંટે એ નાતે પોલીસે ફરિયાદીને જ ધમકી આપી કે તમે આરોપીનું અપહરણ કરીને ગોંધી રાખીને માર માર્યો છે. એટલે તમારી ઉપર જ ગુન્હો લાગશે એમ કહી ઉપસ્થિત પી.એસ.આઈ ફરિયાદી પતિ-પત્ની ને ધમકાવવા લાગ્યા હતા.
ટૂંકમાં કડોદરા પોલીસ નિષ્પક્ષ નથી કડોદરા પોલીસ ફરિયાદીને જ આરોપી સમજી કડોદરા પોલીસ ચોકીમાં બેસાડી રાખેલ ત્યારે સુરત જિલ્લા પરપ્રાંતિય સમિતિના પ્રમુખ છગનલાલ દોલતરામ મેવાડા એ જણાવ્યુ છે કે જો ફરિયાદી ગુન્હેગાર હોય તો ફરિયાદી પર પોલીસ પગલાં ભરે. વધુમાં છગનલાલ મેવાડાએ રાજસ્થાની મારવાડી સમાજના લોકો પ્રત્યે ગુજરાત પોલીસના પક્ષપાતી વલણને વખોડી કાઢવા સાથે આખા કેસની તપાસ ઉચ્ચ પોલીસ અધિકારી ધ્વારા થાય અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાની માંગ કરીને મારવાડી સમાજને થતાં અન્યાય અંગે સમગ્ર સમાજને જાગૃત થવા અપીલ કરી છે.




