
૧૪ માસથી શૂટિંગ ચાલી રહ્યું છે પ્રિયંકા ચોપરાની વારાણસીનું હજુ છ માસનું શૂટિંગ બાકી પ્રિયંકાએ આ ફિલ્મ શૂટિંગને મેરેથોન સમાન ગણાવ્યું એપ્રિલ ૨૦૨૭માં રીલિઝની સંભાવના પ્રિયંકા ચોપરા તથા મહેશબાબુની ફિલ્મ ‘વારાણસી’નું શૂટિંગ ૧૪ મહિનાથી ચાલી રહ્યું છે અને હજુ તેનું છ માસનું શૂૂટિંગ બાકી છે. પ્રિયંકાએ જાતે કન્ફર્મ કર્યું હતું કે આ ફિલ્મનું હજુ છ મહિનાનું શિડયૂલ બાકી છે.
ફિલ્મ શૂટિંગ માટે પ્રિયંકા ભારત અને અમેરિકા વચ્ચે અવરજવર કરી રહી છે. રાજામૌલીની આ મહત્વાકાંક્ષી ફિલ્મ એપ્રિલ ૨૦૨૭માં રીલિઝ કરવાનું હાલ નક્કી કરાયું છે. પ્રિયંકાએ કહ્યું હતું કે મેં છ વરસથી મેં ભારતની કોઇ ફિલ્મમાં કામ કર્યું નહતું. પરંતુ રાજામૌલીની વારાણસીની ઓફરને નકારી શકી નહોતી. રાજામોલી ભારતના સૌથી પ્રતિભાશાળી દિગ્દર્શકોમાંનો એક છે.ફિલ્મનાં શૂટિંગ માટે તેલંગણામાં જ વારાણસીનો સેટ તૈયાર કરાયો છે. આ ઉપરાંત ફિલ્મના કેટલાક ભાગનું શૂટિંગ ઓડિસામાં તથા કેટલાક ભાગનું શૂટિંગ આળિકામાં થયું છે.




