
ગુજરાત સરકારના કર્મચારીઓ માટે ખુશખબર.દિવાળી પર સળંગ ૪ દિવસનું ‘મિનિ વેકેશન’.૯ નવેમ્બર ‘પડતર દિવસ’ની રજા જાહેર; બદલામાં ૨૮ નવેમ્બર (ચોથા શનિવારે) કચેરીઓ ચાલુ રાખવા નિર્ણય.દિવાળીના પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્ર મુજબ, આ વર્ષે કર્મચારીઓને દિવાળી પર સળંગ ૪ દિવસનું ‘મિનિ વેકેશન’ મળશે.
સરકારે તારીખ ૯ નવેમ્બર (સોમવાર)ના રોજ આવતા ‘પડતર દિવસ’ને રજા તરીકે જાહેર કર્યો છે, જેથી કર્મચારીઓ પોતાના પરિવાર સાથે ઉત્સાહભેર તહેવારની ઉજવણી કરી શકે.
૪ દિવસનું રજા શેડ્યૂલ
૦૮ નવેમ્બર (રવિવાર): દિવાળી (જાહેર રજા)
૦૯ નવેમ્બર (સોમવાર): પડતર દિવસ (વિશેષ રજા)
૧૦ નવેમ્બર (મંગળવાર): નૂતન વર્ષ / બેસતું વર્ષ (જાહેર રજા)
૧૧ નવેમ્બર (બુધવાર): ભાઈબીજ (જાહેર રજા)
સોમવાર, ૯ નવેમ્બરના ‘પડતર દિવસ’ની રજાના બદલામાં આગામી ૨૮ નવેમ્બર, ૨૦૨૬ (ચોથા શનિવાર)ના રોજ રાજ્યની તમામ સરકારી કચેરીઓ ચાલુ રહેશે અને કર્મચારીઓએ નિયમિત કામકાજ કરવાનું રહેશે.
આ આદેશ ગુજરાત સરકારની તમામ કચેરીઓ ઉપરાંત રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ, કોર્પોરેશન અને પંચાયત કચેરીઓને પણ સમાન રીતે લાગુ પડશે. જાેકે, આ રજા નેગોશિયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ એક્ટ (દ્ગૈં છષ્ઠં) હેઠળ જાહેર કરવામાં આવી નથી.




