
‘ઈઝરાયલ માટે કોઈ લડવા નથી માંગતું’ અમેરિકન સેનેટમાં પૂર્વ સૈનિકે ઈરાન યુદ્ધનો વિરોધ કર્યાે વિરોધ વધી જતાં કેપિટોલ પોલીસના અધિકારીઓએ મેકગિનિસને રૂમની બહાર કાઢવા માટે બળપ્રયોગ કર્યાે હતો.
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષની વચ્ચે યુએસ સેનેટની સુનાવણી દરમિયાન ભારે હંગામો જાેવા મળ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રના ઈરાન પર હુમલો કરવાના ર્નિણયનો વિરોધ કરી રહેલા એક અમેરિકન નૌસેનાના નિવૃત્ત સૈનિકને સુરક્ષાકર્મીઓએ બળજબરીપૂર્વક બહાર કાઢ્યો હતો.અમેરિકન કોંગ્રેસની એક મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન ગ્રીન પાર્ટી તરફથી સેનેટની ચૂંટણી લડી રહેલા બ્રાયન મેકગિનિસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રમુખ ટ્રમ્પના ઈરાન સામેના સૈન્ય અભિયાનના ર્નિણયથી નારાજ મેકગિનિસે સુનાવણીમાં ખલેલ પહોંચાડી હતી. તેમણે બૂમો પાડીને કહ્યું હતું કે, “ઈઝરાયલ માટે કોઈ લડવા માંગતું નથી.” આ સૂત્રોચ્ચારને કારણે સુનાવણીમાં થોડો સમય વિક્ષેપ પડ્યો હતો.વિરોધ વધી જતાં કેપિટોલ પોલીસના અધિકારીઓએ મેકગિનિસને રૂમની બહાર કાઢવા માટે બળપ્રયોગ કર્યાે હતો.
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં જાેવા મળે છે કે મોન્ટાનાના સેનેટર ટીમ શીહી પણ પોલીસની મદદ કરી રહ્યા છે. સેનેટર ટીમ શીહી પોતે પણ ભૂતપૂર્વ સૈનિક છે, તેમણે મેકગિનિસને ઊંચકીને રૂમની બહાર ધકેલવામાં પોલીસને સાથ આપ્યો હતો. બાદમાં તેમણે આ અંગે જણાવ્યું હતું કે, પરિસ્થિતિને શાંત પાડવા માટે તેમણે મદદ કરવાનો ર્નિણય લીધો હતો.બ્રાયન મેકગિનિસનું આ પગલું અમેરિકામાં ચાલી રહેલા યુદ્ધ વિરોધી સેન્ટિમેન્ટને દર્શાવે છે. ખાસ કરીને ઈરાન સામેના હુમલામાં અમેરિકાના સૈન્ય ખર્ચ અને ઈઝરાયલના હિતોને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે. ગ્રીન પાર્ટીના ઉમેદવાર તરીકે મેકગિનિસ આ મુદ્દાને આગામી ચૂંટણીઓમાં પણ જાેરશોરથી ઉઠાવી શકે છે. સેનેટ જેવી સુરક્ષિત ગણાતી જગ્યાએ આ પ્રકારનો વિરોધ અમેરિકી રાજકારણમાં વધતા તણાવનો સંકેત આપે છે.




