
ટ્રમ્પની મોટી જીત અમેરિકન સેનેટે ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ નકાર્યાે શનિવારે ઈરાન પર અચાનક હુમલા બાદ ટ્રમ્પ સરકાર કોંગ્રેસનું સમર્થન મેળવવાની કોશિશ કરી રહી છે.
અમેરિકન સેનેટે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન પર સૈન્ય હુમલા ચાલુ રાખવાના અધિકારને મર્યાદીત કરવાના હેતુથી લાવવામાં આવેલા પ્રસ્તાવને નકાર્યાે હતો. ગૃહમાં રિપબ્લિકન પાર્ટી પાસે ૫૩-૪૭ની બહુમત અને ઈઝરાયલ સાથે મળી ઈરાન પર હુમલો કરવાના રાષ્ટ્રપ્રમુખના ર્નિણયને મોટા પાયે સમર્થન મળવાથી પ્રસ્તાવ મોટા અંતરથી પાસ થઈ શક્યો નહોતો.મતદાન પહેલા સેનેટમાં માહોલ ઘણો ગંભીર હતો. અનેક ડેમોક્રેટિક સાંસદ તેમની સીટ પર બેસી રહ્યા હતા અને સમગ્ર સમય વાતચીત કરતા હતા. સેનેટમાં ડેમોક્રેટિક નેતા ચક શૂમરે કહ્યું કે, આ વોટ સાંસદ અમેરિકાની જનતા સાથે છે કે ટ્રમ્પ પ્રશાસન સાથે તે નક્કી કર્યું છે. તેમના મુજબ, અમેરિકાના લોકો મિડલ ઈસ્ટમાં લાંબા યુદ્ધથી થાકી ચુક્યા છે અને હવે વધુ એક યુદ્ધ ઈચ્છતા નથી.રિપબ્લિક નેતા જાેન બરાસોએ કહ્યું, ડેમોક્રેટ્સ ટ્રમ્પનો વિરોધ કરવામાં વધારે રસ દાખવી રહ્યા છે.
જ્યારે અસલી મુદ્દો ઈરાનના પરમાણુ કાર્યક્રમને ખતમ કરવાનો છે. તેમના મુજબ, અમેરિકાએ ઈરાનના વધતા ખતરાનો સામનો કરવો જ પડશે અને આ સમયે સરકારનો સાથ દેવો જરૂરી છે. શનિવારે ઈરાન પર અચાનક હુમલા બાદ ટ્રમ્પ સરકાર કોંગ્રેસનું સમર્થન મેળવવાની કોશિશ કરી રહી છે. આ સપ્તાહે અનેક અધિકારી સાંસદો સાથે સતત મુલાકાત કરી રહ્યા છે અને તેમને સ્થિતિ નિયંત્રણમાં હોવાનો ભરોસો આપી રહ્યા છે. અમેરિકાના રક્ષા પ્રધાન પીટ હેગસેથે કહ્યું કે, આ યુદ્ધ આશરે ૮ અઠવાડિયા ચાલી શકે છે. અમેરિકાના હવાઈ નિયંત્રણ છતાં ઈરાન હજુ પણ મિસાઈલ હુમલો કરવા સક્ષમ છે. આ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, ઈરાન સામે યુદ્ધમાં અમેરિકા અને ઈઝરાયલ મજબૂત સ્થિતિમાં છે. તેમણે ઈરાન સામે આગળ વધતા રહેવાનો સંકલ્પ લીધો હતો. તેહારનમાં બેલિસ્ટિક મિસાઈલનો ભંડાર ઝડપથી નાશ કરવામાં આવી રહ્યો છે. યુદ્ધમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યા છીએ.




