
પ્રતિબંધોને નેવે મૂકીને ટ્રમ્પ-પુતિન વચ્ચે થયો સોદો રશિયાથી ડીઝલ ટેન્કર અમેરિકા જવા રવાના થશે અમેરિકા જઈ રહેલા ડીઝલ ટેન્કર અંગે રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે સત્તાવાર માહિતી આપી આજે ગુરુવારે રશિયાનું ડીઝલથી ભરેલું વિશાળ ટેન્કર અમેરિકા જવા રવાના કરશે. આશરે ૪૦,૦૦૦ મેટ્રિક ટન ડીઝલ લઈને જઈ રહેલ આ ટેન્કર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે વિતેલા સપ્તાહે થયેલા વાટાઘાટોમાં બનેલી સંમતિના પરિણામે મોકલવામાં આવી રહ્યું છે.રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે આ અંગેની સત્તાવાર માહિતી આપી છે. અગાઉ, યુક્રેનના ડ્રોન હુમલાઓથી રશિયન ઓઇલ રિફાઈનરીઓને થયેલા નુકસાનના કારણે રશિયાએ ૯ ઓક્ટોબરે ડીઝલની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. પરંતુ ટ્રમ્પની ખાસ વિનંતી પર પુતિને આ પ્રતિબંધ હટાવીનેઅમેરિકાને ડીઝલ નિકાસ કરવાની પરવાનગી આપી દીધી છે.યુક્રેન પર રશિયાના હુમલાના વિરોધમાં રશિયન ઉત્પાદનો પર લાદવામાં આવેલા પ્રતિબંધોને બાજુ પર મૂકીને ટ્રમ્પે રશિયા સાથે ડીઝલ ખરીદીનો કરાર કર્યાે છે. જેની યુક્રેન અને યુરોપીય દેશોએ સખત ટીકા કરી છે, જ્યારે ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં આશ્ચર્ય છે. અમેરિકામાં આગામી મધ્યસત્ર ચૂંટણી પહેલાં ઇંધણના વધતા ભાવ પર કાબૂ મેળવવા માટે ટ્રમ્પે પુતિન સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન ૩૦૦,૦૦૦ ટન ડીઝલ મોકલવાની વિનંતી કરી હતી.ટ્રમ્પે રશિયા પાસેથી નવેમ્બર સુધીમાં ૫૦૦,૦૦૦ ટન અને ત્યારબાદ ૧,૦૦૦,૦૦૦ ટન ડીઝલની માંગ કરી છે. બુધવારે યોજાયેલી વાતચીતમાં ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફે ડીઝલ નિકાસ માટે પુતિનનો આભાર માન્યો હતો. પુતિને તેમને જણાવ્યું કે, અમેરિકા સાથેના આ સોદા બાદ વૈશ્વિક બજારમાં ડીઝલની કિંમતોમાં ૫ થી ૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોના મતે, આ સોદો અમેરિકાની રશિયા સાથે વધતી નિકટતા અને યુક્રેનથી વધી રહેલા અંતરનો સંકેત આપે છે. આ જ કારણે અમેરિકાએ યુક્રેનને આપવામાં આવતી લશ્કરી સહાયમાં ઘટાડો કર્યાે છે.




