
ભારતની ઓઈલ સપ્લાય ખતરામાં : કોંગ્રેસ.હિંદ મહાસાગરમાં જહાજ પર હુમલો, છતાં પીએમ મોદી ચૂપ : રાહુલ ગાંધી.આગામી સમયમાં ભયંકર સંકટનો ખતરો : રાહુલ ગાંધી.અમેરિકા-ઈઝરાયલના ઈરાન પર હુમલાની અસર છેક ભારત સુધી પહોંચી છે. યુદ્ધ બાદ ઈરાને સૌથી વ્યસ્ત વેપારી જળમાર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માંથી કોઈપણ શીપના આવન-જાવન પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેના કારણે ભારત સહિત વિશ્વભરના અનેક શીપ ત્યાં અટકી પડ્યા છે. આ યુદ્ધના કારણે ભારતની મુશ્કેલી વધવા મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે, ‘વિશ્વ એક અસ્થિર સમયમાંથી પ્રવેશી ગયું છે. આગામી સમયમાં ભયંકર સંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે. ભારતની ઓઈલ સપ્લાય ખતરામાં છે, કારણ કે આપણી ઓઈલ જરૂરીયાતમાંથી ૪૦ ટકાથી વધુનો ભાગ હોર્મુઝ જલડમરૂમધ્યમાંથી થઈને ભારત આવે છે. ન્ઁય્ અને ન્દ્ગય્ની સ્થિતિ તેનાથી પણ વધુ બદતર છે.’
રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું છે કે, ‘ઈરાન સાથેનો સંઘર્ષ આપણા પડોશ સુધી પહોંચી ગયો છે. હિંદ મહાસાગરમાં એક ઈરાની યુદ્ધજહાજ ડૂબાડી દેવાયું છે, છતાં આપણા વડાપ્રધાને આ મુદ્દે કોઈપણ ટિપ્પણી કરી નથી. આવી સ્થિતિમાં આપણને એક સ્થિર નેતૃત્વની જરૂર છે, જાેકે તેનાથી વિપરીત ભારત પાસે એક એવા વડાપ્રધાન છે, જે સમાધાનકારી છે અને સ્વતંત્ર ર્નિણયશક્તિને ત્યાગી દીધો છે.’ ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર ભયંકર હુમલાઓ કરી રહ્યા છે. છેલ્લા છ દિવસ ચાલી રહેલા આ યુદ્ધમાં ઈરાનની સ્થિતિ બદથી પણ બદતર થઈ ગઈ છે. બીજી તરફ ઈરાને માત્ર ઈઝરાયલ પર જ નહીં કતર, સાઉદી અરેબિયા સહિત અનેક દેશોમાં અમેરિકન સૈન્ય બેઝ પર હુમલાઓ કરી રહ્યો છે. આ કારણે ભારતની ઓઈલ સપ્લાય પર પણ મોટી અસર થઈ છે. આ તણાવના કારણે ક્રૂડ ઓઈલની કિંમતોમાં બે ટકાથી વધુનો વધારો નોંધાયો છે.
ઓઈલ સપ્લાયમાં ધરખમ ઘટાડો થવાના કારણે, હોર્મુઝમાં અનેક ટેન્કરો ફસાઈ જવાના કારણે, આ ઉપરાંત સાઉદી અરેબિયાએ ઓઈલ સપ્લાય પર કામ મૂકવાના કારણે તેની કિંમતોમાં ઉછાળો થયો છે. રિપોર્ટ મુજબ હોર્મુઝ જલડમરૂમધ્યમાંથી પસાર થઈ રહેલા એક કન્ટેનર જહાજ પર પ્રોજેક્ટાઈલથી હુમલો થયા ખૂબ નુકસાન થયું છે. સરકારી સૂત્રોના રિપોર્ટ મુજબ, ક્રૂડ ઓઈલ, એલપીજી અને એલએનજી મામલે ભારતની વર્તમાન સ્થિતિ સુરક્ષિત છે. દેશ પાસે લગભગ ૨૫-૨૫ દિવસ સુધી ચાલે તેટલું ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદનનો સ્ટોક પડ્યો છે. દેશમાં ક્રૂડ ઓઈલની જેટલી જરૂરીયાત છે, તેમાંથી ૮૫ ટકા આયાત કરવામાં આવે છે અને આમાંથી ૬૦ ટકા ક્રૂડ ઓઈલ મિડલ-ઈસ્ટના દેશોમાંથી આયાત થાય છે, જે હોર્મુઝના રસ્તેથી ભારત પહોંચાડવામાં આવે છે. હાલ ઈરાને હોર્મુઝ પર પ્રતિબંધ લાદી દીધો છે, જેના કારણે સપ્લાયને ભયાનક અસર થઈ છે.




