
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
સુરતના વિવિધ વિસ્તારોમાં ઊભા કરાતા પ્રોજેકટો જેવાકે માર્કેટો , ફ્લેટ, દુકાનો, ગોડાઉનો વિગેરે મોટાભાગ ના બિલ્ડરો ધ્વારા ઉભા કરાતા હોય છે. જે ખંધા બિલ્ડરોના પોતાના મળતિયા બ્રોકરો જે બ્રોકરો સ્થાનિક ખેડૂતો સાથે ઘરોબો રાખતા હોય એવા બ્રોકરોને બિલ્ડરો હાથમાં લઈને ખેડૂતોની મોકાની જમીનો યેન કેન પ્રકારે મેળવવા માટે ખેડૂતોનો સંપર્ક કરીને બિલ્ડરો એ બ્રોકરો ધ્વારા ખેડૂતોને વિશ્વાસમાં લઈ બિલ્ડરોની મોટી મોટી વાતો અને વાહવાહી કરાવી મોટા મોટા પ્રોજેકટોની હવા-હવાઇ વાતો કરી એ ખેડૂતની જમીન બિલ્ડરો સાથે બેઠક કરાવી ચોક્કસ રકમમાં વેચાવી દેતા હોય છે. સદર નક્કી કરાયેલી મૂળ રકમના ખેડૂતોને માત્ર ૩૦% કે ૪૦ % આપી બાકી રહેતી ૬૦ % થી ૭૦ % રકમ ૨૪ મહિના થી ૩૬ મહિના ની સમય મર્યાદામાં ચુકવણી કરવાની બ્રોકર ધ્વારા ખેડૂતને વિશ્વાસમાં લઈ નક્કી કરાય છે. અને ખેડૂતો પાસે દસ્તાવેજ તેમજ લેખિત બાંહેધરીની મંજૂરી લઈને લીધેલી ૩૦% થી ૪૦% ની રકમ ની ડાયરી કે કાચી ચિઠ્ઠી બનાવી આપવામાં આવે છે. સદર જમીન ઉપર બિલ્ડરો ધ્વારા રેસીડેન્સ, માર્કેટ ના પ્લાન, ગોડાઉનો વિગેરેના મોટા મોટા હોર્ડીંગો લગાવવામાં આવે છે. પછી બ્રોકરોના માધ્યમથી ઉપરોક્ત ફેલેટો, રેસીડેન્સ, ગોડાઉનો, માર્કેટોમાં બનતી દુકાનોના બૂકિંગ માટે ફરી પાછા માનીતા બ્રોકરો ધ્વારા ગ્રાહકો શોધીને વેંચાણ કરાતું હોય છે. જેમાં પણ નક્કી કરાયેલી મૂળ રકમના ૩૦% થી ૩૫% બિલ્ડરો લઈને સોદા ચિઠ્ઠી કે કાચી ડાયરી ગ્રાહકોને બનાવી આપે છે અને સમય મર્યાદામાં ગ્રાહકે પસંદ કરેલ દુકાન, ગોડાઉન,ફ્લેટ, આપવાની લોભામણી વાતો કરાતી હોય છે. છતાં એ પ્રોજેકટો ૧૦ થી ૧૨ વર્ષ વિત્યા હોવા છતાં બિલ્ડરો પૂરા કરતા નથી હોતા આવા ઘણા પ્રોજેકટો ધૂળ ખાતા આજે પણ સારોલી, લિંબાયત ઝોન, સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પડેલા છે. જે પ્રોજેકટો પુરા નહીં થતાં હોવાને કારણે બુકિંગ કરાવનારા ગ્રાહકો કે જમીન વેચનારા ખેડૂતો બ્રોકરો પાસે બાકી રકમ
અંગે ઉઘરાણી કરે છે ત્યારે બ્રોકરો હાથ ઉંચા કરે છે તેમજ ખેડૂતો અને ગ્રાહકોને જણાવે છે કે તમને બિલ્ડર ધ્વારા ડાયરી કે કાચી ચિઠ્ઠી બનાવી આપી છે એટલે તમે સીધો બિલ્ડરનો સંપર્ક કરો.
આખરે હતાશ થયેલા ખેડૂતો હિંમત કરીને બિલ્ડરોની ઓફિસે જાય છે ત્યારે ત્યાં બેઠેલા બિલ્ડરોના અસામાજિકતત્વો ખેડૂતો અને ગ્રાહકો સાથે દાદાગીરી કરવા સાથે ગાળા-ગાળી કરીને તમારાથી જે થાય તે કરી લો, પોલીસમાં જવું હોય તો પોલીસમાં જાઓ. આવી ખુલ્લી ધમકી બિલ્ડરો અને તેમના અસામાજિક તત્વો ધ્વારા આપવામાં આવે છે. કારણકે તેઓ સ્થાનિક પોલીસ સાથે મિલીભગત હોય છે. જેનાથી બાકી રકમની ઉઘરાણી કરવા જતાં ખેડૂતો અથવા તો દુકાન, મકાન, ફ્લેટ લેનાર ગ્રાહકો બિલ્ડરોના મળતિયા બ્રોકરો ઉપર વિશ્વાસ રાખી બિલ્ડરની જાળમાં ફસાય છે. જેમાં પૂણા કુંભારિયા, સારોલી, ગોડાદરા ના મૂળ રહેવાસીઓ અને NRI ખેડૂતો હોય છે. જે એનઆરઆઇ ખેડૂતો પોતાના વતનમા ૩૦-૪૫ દિવસ માટે આવતા હોય છે. અને બિલ્ડરો પાસે પોતાની ૬૦% થી
૭૦% જમીનની બાકી રકમની ઉઘરાણી કરતા હોય છે ત્યારે બિલ્ડરો ધ્વારા દૂરના જાણીતા પર્યટન સ્થળો ઉપર પોતાની ગાડીઓ ધ્વારા બધી જાતની સુખ સુવિધા આપી એમને વિદેશ જવાના સમય સુધી ફેરવતા રાખતા હોય છે. જેના થી વિદેશ જવાનો સમય પૂરો થતાં NRI ખેડૂત બિલ્ડર સાથે કોઈ જાતની મગજમારી કે માથાઝીંક કરતા નથી. કારણ NRI હોવાથી એમને પોલીસ ના લફરા પોસાય નહીં.
આ રીતે બિલ્ડરો, ખેડૂતો સાથે જમીનોમાં અને પ્રોજેકટો ઉભા કરી બુકિંગ કરી ગ્રાહકો સાથે તેમજ દસ્તાવેજો અને ખેડૂતોની લેખિત મંજૂરીના આધારે બેન્કોમાંથી પણ કરોડોની લોન લઈને પ્રોજેકટો પૂરા કરતા હોતા નથી. આના કારણે જે લોકોએ ગોડાઉન, ફ્લેટ કે દુકાનોમાં રોકાણ કર્યું હોય એવા લોકો બિચારા આર્થિક મુશ્કેલીમાં મુકાઈ જતાં હોય છે અને એમને ત્યાં લગ્ન કે મરણ પ્રસંગ કે અન્ય કોઈ પ્રસંગ આવે ત્યારે પોતાના જર જવેરાત જેવા દાગીના અથવા તો અન્ય કોઈ મિલકત હોય તો તે વેચવાનો વારો આવે છે. આવા ઘણા પ્રોજેકટો જેવા લિંબાયત ઝોન, સેન્ટ્રલ ઝોનમાં ગેરકાયદે ઊભી કરાયેલી માર્કેટોમાં BUC, રજા ચિઠ્ઠી, ફાયર NOC વિગેરે ૧૦ થી ૧૨ વર્ષ થયા છતાં લેવામાં આવી નથી. ઉપરાંત એમાં બુક કરાવનાર ગ્રાહકોને હજુ કબજા મળ્યા નથી. આવા પ્રોજેકટો સમય મર્યાદામાં પૂરા કરવા પડતાં હોય છે. છતાં ખંધા બિલ્ડરો સમય મર્યાદામાં પ્રોજેકટો પૂરા નહીં કરતા હોવાથી ગ્રાહકોને પણ બુક કરાવેલ દુકાન, ફ્લેટ, ગોડાઉન મળી શકતા નથી. અને SMC ધ્વારા બિલ્ડરોને નોટિસો આપવામાં આવી હોવા છતાં બિલ્ડરોના આર્કિટેક એંજિનિયરો નોટિસોને ઘોળી ને પી જાય છે.
જેના કારણે ભૂતકાળમાં રઘુકુળ માર્કેટ,શ્રીરામ માર્કેટ, મિલેનિયમ માર્કેટ, ઓર્ચિડ માર્કેટ, શિવશક્તિ માર્કેટ અને રઘુવીર માર્કેટ જેવી માર્કેટોમાં આગના બનાવો બનેલા છે. જે માર્કેટોમાં પણ ફાયર કે BUC સર્ટિફિકેટો ના હોવાનું પણ બહાર આવ્યું હતું. જે સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા ને આભારી છે. સદર બનેલી માર્કેટોની સાથે સાથે અન્ય માર્કેટોમાં પણ જે રીતે અગાસી ઉપર પતરાના ગેરકાયદે ડોમ તેમજ અન્ડર ગ્રાઉન્ડ ગોડાઉનો બનાવવામાં આવ્યા છે એના કારણે ગોડાઉનોમાં રહેલા સિલ્ક કાપડના પોટલાં કે પાર્સલ સામાન્ય શોર્ટ સર્કિટને કારણે પણ પેટ્રોલ ની માફક સળગી ઊઠે છે જેનાથી પણ મોટું નુકશાન થતું હોય છે.
આમ શહેરમાં ખંધા ખાઈ બદેલા બિલ્ડરોથી હવે ડરવાની કોઈ જરૂર નથી. કારણકે વિકાસ ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્રના દક્ષિણ ગુજરાતના પ્રમુખ છગનલાલ દોલતરામ મેવાડા એ એક યાદીમાં જણાવ્યુ છે કે જે ખેડૂતોએ બિલ્ડરોને જમીન વેંચી હોય અને જેમના પેમેન્ટ બાકી હોય તેમજ જે ગ્રાહકોએ દુકાનો, ફ્લેટો કે ગોડાઉનો બુક કરાવી હોય અને એ જો એમને ના મળી હોય તો એવા ગ્રાહકો કે ખેડૂતોએ વિકાસ ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્ર ની ઓફિસ G-૦૬ ન્યુ ઓપેરા હાઉસ, બમરોલી રોડ,કિરણ મોટર્સ ની બાજુમાં ખટોદરા સુરત ખાતે સંપર્ક કરવો. જ્યાં નીડર ,નિષ્પક્ષ, તટસ્થતા પૂર્વક ન્યાય અપાવવા પ્રયત્ન કરવામાં આવશે.
આ સંસ્થા ધ્વારા સ્થાનિક કોર્ટ, વડી અદાલત અને સુપ્રીમ કોર્ટ સુધી ન્યાય ના હિતમા સેવા આપવામાં
આવશે.




