
૧,૦૦૦થી ૨૦,૦૦૦ રૂપિયા કરવાનો પ્રસ્તાવ.આઠમાં પગાર પંચ હેઠળ તબીબી ભથ્થામાં થશે વધારો!.FMA માં બંપર વધારાનો પ્રસ્તાવ મૂકાયો છે, જાે સ્વીકારવામાં આવે તો કર્મચારીઓને મોટો ફાયદો થશે.કેન્દ્ર સરકારના કર્મચારીઓ આઠમાં પગાર પંચની ભલામણો વિશે આતુરતાપૂર્વક રાહ જાેઈ રહ્યા છે. કર્મચારી સંગઠનોએ કેન્દ્રીય કર્મચારીઓના પગાર, પેન્શન અને ભથ્થા સંલગ્ન અનેક મહત્વની માંગણીઓ રજૂ કરી છે. જેમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ (CGHS)ના દાયરામાંથી બહાર રહેતા ક્ષેત્રોવાળા કર્મચારીઓ અને પેન્શનર્સના ફિક્સ્ડ મેડિકલ અલાઉન્સ (FMA)માં બંપર વધારાનો પણ પ્રસ્તાવ સામેલ છે. હાલમાં એટલે કે ફિક્સ્ડ મેડિકલ ૧૦૦૦ રૂપિયા માસિક છે. પરંતુ કર્મચારી સંગઠનોએ તેને વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આઠમાં પગાર પંચ માટે તૈયાર થયેલી ભલામણોમાં આ માંગણી પણ સામેલ કરાઈ છે.
કર્મચારી યુનિયનોની માંગણી છે કે હાલમાં જે ભથ્થું આપવામાં આવી રહ્યું છે તે સ્વાસ્થ્ય ક્ષેત્રે વધતા ખર્ચાને જાેતા ઘણું ઓછું છે. વર્તમાનમાં મોંઘવારી ઝડપથી વધી રહી છે, ખાસ કરીને ગ્રામીણ કે આંતરિયાળ વિસ્તારોમાં રહેતા કર્મચારીઓ અને પેન્શનર્સ કે જ્યાં CGHSની સુવિધા ઉપલબ્ધ નથી તેમના માટે અઘરું પડી રહ્યું છે. સારવારનો ખર્ચો ઉઠાવવામાં મુશ્કેલી પડે છે. કર્મચારીઓનું કહેવું છે કે મેડિકલ અલાઉન્સમાં વધારાથી તેમને જરૂરી નાણાકીય મદદ મળી રહેશે. કર્મચારી પ્રતિનિધિઓની બેઠકોમાં આ પ્રસ્તાવ રજૂ થયો, જ્યાં નવા પગાર પંચ માટે એક ચાર્ટર ઓફ ડિમાન્ડ્સ તૈયાર થઈ રહ્યું છે. મેડિકલ ભથ્થામાં ૧૦૦૦થી વધારીને ૨૦૦૦૦ રૂપિયા સુધી કરવાનો પ્રસ્તાવ મૂકાયો છે.
બીજા કયા કયા મુદ્દા રજૂ થયા
મેડિકલ ભથ્થામાં વધારો
ફિટમેન્ટ ફેક્ટરમાં સંશોધન
વાર્ષિક પગાર વૃદ્ધિમાં વધારો
રિટાયરમેન્ટ લાભોમાં સુધારો
રજાઓ તથા મુસાફરી ભથ્થાઓમાં ફેરફાર
કર્મચારીઓની અપેક્ષાઓ શું છે?
આઠમાં પગાર પંચમાં લગભગ એક કરોડ કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સના પગાર ફ્રેમવર્ક અને સુવિધાઓની સમીક્ષા થવાની અપેક્ષા. જાે કે આ તમામ પ્રસ્તાવ હજુ વિચારણા હેઠળ છે અને કોઈ અંતિમ ર્નિણય લેવાયો નથી. કર્મચારીને આશા છે કે પગાર પંચ પગાર, પેન્શન અને સ્વાસ્થ્ય સહાયત જેવા લાંબા સમયથી પેન્ડિંગ મુદ્દાઓ પર હકારાત્મક ર્નિણય લેશે. હાલ બધાની નજર પંચની ભલામણો અને સરકારની પ્રતિક્રિયા પર છે. જે નક્કી કરશે કે ૨૦,૦૦૦ રૂપિયા માસિક મેડિકલ એલાઉન્સ જેવી માંગણી શક્ય છે કે નહીં. અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે આઠમાં પગાર પંચને પોતાનો રિપોર્ટ સબમિટ કરવા માટે ૧૮ મહિનાનો સમય આપ્યો છે. પરંતુ કેન્દ્ર સરકારે હજુ એ સ્પષ્ટ કર્યું નથી કે આ ભલામણો ક્યારથી લાગૂ થશે.
કેન્દ્ર સરકારે આઠમાં પગાર પંચને અગાઉ મંજૂરી આપેલી છે. જેનાથી લગભગ ૫૦ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૯ લાખ પેન્શનર્સને ફાયદો થશે.




