
મોરબીમાં સિરામિક ઉદ્યોગને માઠી અસર.ઈરાન પર હુમલાની ભારત પર માઠી અસર, અનેક વસ્તુઓ થઈ મોંઘી.યુદ્ધના માહોલમાં સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા.ઈરાન પર ઈઝરાયેલ અને અમેરિકાના હુમલા તેમજ તેહરાનની જવાબી કાર્યવાહીથી માત્ર મધ્ય પૂર્વ (મિડિલ ઈસ્ટ) માં જ વાતાવરણ ગરમાયું નથી, પરંતુ તેની અસર સમગ્ર વિશ્વમાં જાેવા મળી રહી છે. ભારત પણ આમાંથી બાકાત નથી. વૈશ્વિકીકરણના આ યુગમાં તમામ દેશો એકબીજા સાથે જાેડાયેલા છે, તેથી એક દેશની સ્થિતિની અસર બીજા દેશ પર પણ પડે છે. ઈરાનમાં ચાલી રહેલા આ યુદ્ધને કારણે ભારતમાં પણ ઘણી વસ્તુઓ મોંઘી થઈ છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.
યુદ્ધના માહોલમાં સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. ૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ સ્થાનિક બજારમાં સોનું ૧.૭૩ લાખ પ્રતિ ૧૦ ગ્રામ ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું. ચાંદીની કિંમત પણ પ્રતિ કિલો ૨.૯૦ લાખ ની નજીક પહોંચી ગઈ હતી. જાેકે, છેલ્લા ચાર સત્રોથી ભાવમાં થોડી નરમાશ જાેવા મળી રહી છે.
યુદ્ધની અસર દેશના સિરામિક ઉદ્યોગ પર પણ પડી છે. સ્થિતિ એવી છે કે ગુજરાતના મોરબીમાં સિરામિક ઉદ્યોગ આગામી થોડા દિવસોમાં બંધ થવાના આરે છે. અખાતી દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિને કારણે ગેસ સપ્લાયમાં અવરોધ આવી રહ્યો છે. સિરામિક ઉદ્યોગમાં ભઠ્ઠીઓ સળગાવવાથી લઈને માટી સુકવવા સુધીના કામમાં પ્રોપેન અથવા નેચરલ ગેસની ભારે જરૂર પડે છે.
બીજી તરફ, ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ અને અમેરિકી હુમલા બાદ જંગ તેજ બની છે. આ ઉથલપાથલ વચ્ચે ઈરાને હોર્મુજની સામુદ્રધુની બંધ કરી દીધી છે, જેના કારણે ગેસ સપ્લાય ખોરવાઈ ગઈ છે.
ભારત ભલે ઈરાનથી સીધું ખાદ્ય તેલ ન મંગાવતું હોય, પણ ઈરાન સંઘર્ષને કારણે કિંમતો વધી છે. ભારત તેની જરૂરિયાતનું ૬૦% ખાદ્ય તેલ અન્ય દેશોમાંથી આયાત કરે છે (જેમ કે ઈન્ડોનેશિયા-મલેશિયાથી પામ ઓઈલ, આજેર્ન્ટિના-બ્રાઝિલથી સોયાબીન ઓઈલ).
કારણ: ક્રૂડ ઓઈલ મોંઘું થવાને કારણે પામ અને સોયા ઓઈલનો ઉપયોગ બાયો-ફ્યુઅલ બનાવવા માટે વધવા લાગે છે, જેનાથી ખાવાના તેલની સપ્લાય ઘટે છે. આ ઉપરાંત, શિપિંગ અને ટ્રેડમાં અસ્થિરતા આવતા સ્ટોકની અછત સર્જાય છે.
ઈન્ડિયન વેજીટેબલ ઓઈલ પ્રોડ્યુસર્સ એસોસિએશનના ચેરમેન સુધાકર દેસાઈના જણાવ્યા અનુસાર, ક્રૂડ ઓઈલ મોંઘું થવાથી લોજિસ્ટિક્સ ખર્ચ વધે છે અને દરિયાઈ જહાજાે માટે વીમા જાેખમ પણ વધી જાય છે. ૫ માર્ચ થી ઘણી કંપનીઓએ આ વિસ્તાર માટે ‘વોર રિસ્ક કવરેજ‘ આપવાનું બંધ કરી દીધું છે.
યુદ્ધને કારણે ઈરાન અને અફઘાનિસ્તાનથી આવતા પિસ્તા, કેસર, અંજીર અને જરદાળુ જેવા ડ્રાય ફ્રૂટ્સની સપ્લાય લગભગ ઠપ થઈ ગઈ છે, જેના કારણે તેના ભાવ વધવા લાગ્યા છે.
ભારત અડદ, તુવેર અને મસૂરની દાળ મ્યાનમાર, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી મંગાવે છે. જાેકે, હોર્મુજની નાકાબંધીને કારણે જહાજાેએ લાંબો રસ્તો કાપવો પડે છે અને શિપિંગ કંપનીઓએ ‘વોર રિસ્ક સરચાર્જ‘ લગાવ્યો છે. આનાથી દાળની આયાત મોંઘી થઈ છે. તે જ રીતે, સપ્લાય ચેઈન ખોરવાવાના ડરથી અને સ્ટોક કરવાની હોડમાં ડુંગળીની માંગ અને કિંમતમાં પણ વધારો થયો છે.




