
શાહરુખ અને સુહાનાએ દશેરાના સીન માટે આઠ રાત સુધી એક્શન સિક્વન્સ શૂટ કરી.ફિલ્મમાં રાની મુખર્જી, દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, સુહાના ખાન અને અર્શદ વારસી પણ મહત્વના રોલમાં છે.જ્યારથી શાહરુખ ખાનની ફિલ્મ કિંગની જાહેરાત થઈ ત્યારથી આ ફિલ્મ હિન્દી સિનેમાના સૌથી વધુ ચર્ચામાં રહેલા આવનારા પ્રોજેક્ટ્સમાંનો એક રહ્યો છે. આ ફિલ્મના બે ટીઝર પણ લોકપ્રિય થયાં છે. ત્યારે હવે એવા અહેવાલો છે કે આ ફિલ્મ માટે શાહરુખ અને તેની પુત્રી સુહાના ખાને વિજયા દશમીની ઉજવણી સાથેના એક ભવ્ય સીનની એક્શન સિક્વન્સ માટે આઠ રાત સુધી શૂટ કર્યું છે.આ અંગેના અહેવાલો અનુસાર, આ સિક્વન્સને પરંપરાગત દશેરાની યાત્રા અને સરઘસનો માહોલ ઉભો કરીને શૂટ કરવામાં આવી છે. તેના માટે ખાસ સેટ પણ ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ અહેવાલો માટે એક સુત્રએ જણાવ્યું, “ટીમે ઢોલ, રંગો અને વિસર્જનના દિવસે જાેવા મળતી ઉત્સાહભરી ભીડ સાથે દશેરાના સરઘસની ભવ્યતા અને ઊર્જાને ફરીથી સર્જી હતી.”આ અંગેના અહેવાલો મુજબ આ સીનમાં વિશાળ ભીડનો સેટઅપ બનાવવામાં આવ્યો હતો, જેમાં સેંકડો બેકગ્રાઉન્ડ આર્ટિસ્ટ્સની પણ મદદ લેવામાં આવી હતી.
પિતા-પુત્રીની આ જાેડી એ આ ભવ્ય એક્શન સિક્વન્સનું શૂટિંગ આઠ રાત સુધી કર્યું હતું. સુત્રએ વધુમાં ખુલાસો કર્યાે કે સુહાનાએ આ સિક્વન્સ માટે અનેક સ્ટન્ટ્સ પણ કર્યા, જે ફિલ્મમાં તેનાં રોલના સૌથી પડકારજનક ભાગોમાંના એક ગણાય છે.કિંગ પ્રોજેક્ટ શરૂઆતથી જ ચર્ચામાં રહ્યો છે. ખાસ તો જાન્યુઆરી ૨૦૨૪માં આ ફિલ્મ અંગે શરૂ થઈ હતી. શરૂઆતમાં આ ફિલ્મ સુજાેય ઘોષ ડિરેક્ટ કરવાના હતા પરંતુ બાદમાં આ પ્રોજેક્ટમાં ફેરફાર થયા અને ૨૦૨૩ની શાહરુખની બ્લોકબસ્ટર ફિલ્મ પઠાણમાં કામ કરી ચૂકેલા સિદ્ધાર્થ આનંદને આ ફિલ્મના ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી.ફિલ્મમાં વિશાળ કાસ્ટ છે જેમાં રાની મુખર્જી, દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, સુહાના ખાન અને અર્શદ વારસી પણ મહત્વના રોલમાં છે. સુહાનાની આ પહેલી થિએટ્રિકલ રિલીઝ છે. આ પહેલાં તેણે ઓટીટી રિલીઝ ધ આર્ચિઝમાં કામ કર્યું હતું. આ ફિલ્મ ક્રિસમસ ૨૦૨૬ દરમિયાન રિલીઝ થશે.




