
અમેરિકાનું ‘અજેય’ સુરક્ષા કવચ તૂટ્યું?ઈરાને ૩ દેશોમાં US રડાર સિસ્ટમ્સનો ભુક્કો બોલાવ્યો અમેરિકાએ ઓપરેશન એપિક ફ્યુરી વિશે એક અઠવાડિયાની કાર્યવાહીની વિગતો જાહેર કરતાં એક વીડિયો શેર કર્યાે મિડલ ઈસ્ટના યુદ્ધમાં એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. સેટેલાઇટ તસવીરો પરથી ખુલાસો થયો છે કે ઈરાને અમેરિકાની સૌથી સુરક્ષિત ગણાતી એર ડિફેન્સ સિસ્ટમ THAAD (થાડ) ને નિશાન બનાવી છે.
જાેર્ડન, સાઉદી અરેબિયા અને યુએઈ (UAE) માં આવેલા અમેરિકન રડાર બેઝ પર ઈરાને સચોટ હુમલા કરીને અમેરિકાના ‘સંરક્ષણ કવચ‘ માં ગાબડું પાડ્યું છે.અમેરિકાએ ઓપરેશન એપિક ફ્યુરી વિશે એક અઠવાડિયાની કાર્યવાહીની વિગતો જાહેર કરતાં એક વીડિયો શેર કર્યાે છે. તેની સાથે કેપ્શનમાં દાવો કર્યાે છે કે અમે ઈરાનમાં એક અઠવાડિયાની કાર્યવાહી દરમિયાન ૩૦૦૦થી વધુ ટારગેટ પર હુમલા કર્યા હતા. ઈરાનના છેલ્લા રાજાના દીકરા અને દેશનિકાલનો સામનો કરી રહેલા ક્રાઉન પ્રિન્સ રેઝા પહેલવીએ એક વીડિયો મેસેજમાં દાવો કર્યાે હતો કે ઈરાનની પ્રજાએ મને દેશનું નેતૃત્વ કરવા કહ્યું છે. ઈરાનની પ્રજાએ એ જનાદેશ સ્વીકારી લીધો છે જે મને ઈસ્લામિક ગણરાજ્યના પતન બાદ દેશનું નેતૃત્વ કરવા માટે અપાયો હતો. પાંચ દાયકાથી ક્ષેત્રમાં રક્તપાત અને અરાજકતા ફેલાયેલી હતી જે હવે સમાપ્ત થવી જાેઇએ. જાેર્ડનના મુવફ્ફાક સાલ્તી એર બેઝની સેટેલાઇટ તસવીરોમાં જાેવા મળે છે કે અમેરિકન THAAD બેટરીનું અત્યંત આધુનિક AN/TPY-2 રડાર સંપૂર્ણપણે નાશ પામ્યું છે. આ એક રડારની કિંમત અંદાજે અડધો અબજ ડોલર (આશરે ૪,૦૦૦ કરોડ રૂપિયા) છે. તસવીરોમાં રડારની આસપાસ મોટા ખાડા અને કાળો ધુમાડો સ્પષ્ટ દેખાય છે.સાઉદી અરેબિયામાં આવેલા પ્રિન્સ સુલતાન એર બેઝ પાસે પણ ઈરાની હુમલાના નિશાન મળ્યા છે. ૧ માર્ચની સેટેલાઇટ તસવીરોમાં રડાર સાઇટ પરથી ધુમાડો નીકળતો જાેવા મળ્યો હતો. અહીં રડાર સિસ્ટમને સુરક્ષિત રાખતો ટેન્ટ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે અને કાટમાળ વિખરાયેલો પડ્યો છે.




