
મહિલા સશક્તિકરણની માત્ર વાતો! ભારતમાં મહિલા ઉમેદવારો માત્ર ૧૦ ટકા: ADR રિપોર્ટ (ADR)એ દેશની વિધાનસભા અને લોકસભામાં મહિલા પ્રતિનિધિત્વ અંગેનો એક વિસ્તૃત અહેવાલ જાહેર કર્યો એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દેશની વિધાનસભા અને લોકસભામાં મહિલા પ્રતિનિધિત્વ અંગેનો એક વિસ્તૃત અહેવાલ જાહેર કર્યો છે. ૧. ઉમેદવારીમાં ઉદાસીનતા: દેશભરમાં વર્તમાન લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં લડનારા કુલ ૫૧,૭૦૮ ઉમેદવારોમાંથી માત્ર ૫૦૯૫ (૧૦ ટકા) મહિલાઓ છે.
૨. પ્રતિનિધિત્વની સ્થિતિ: દેશભરના ૪,૬૬૬ સાંસદો અને ધારાસભ્યોમાંથી માત્ર ૪૬૪ એટલે કે ૧૦ ટકા મહિલાઓ છે, જે રાજકારણમાં મહિલાઓના ઓછા પ્રતિનિધિત્વને દર્શાવે છે.
૩. લોકસભા ૨૦૨૪: લોકસભા ચૂંટણી ૨૦૨૪ દરમિયાન કુલ ૮,૩૬૦ ઉમેદવારોમાંથી ૮૦૦ (૯.૬%) મહિલા ઉમેદવારો હતી, જ્યારે ૧૫૨ (૨૮%) બેઠકો પર એક પણ મહિલા ઉમેદવાર નહોતી.
૪. રાજ્યોની સ્થિતિ: વિધાનસભા ચૂંટણીમાં ૪૩,૩૪૮ ઉમેદવારોમાંથી ૪,૨૯૫ (૧૦%) મહિલા ઉમેદવારો હતી અને ૧૬૯૮ (૪૧%) બેઠકો પર એક પણ મહિલા ઉમેદવાર નહોતી. કોઈ પણ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં ૧૫% થી વધુ મહિલા ઉમેદવારો નથી. દિલ્હી અને ઓડિશા (૧૪%) સાથે અગ્રેસર છે.
૫. ગુજરાતનું ચિત્ર: ગુજરાતમાંથી હાલમાં ૪ મહિલા સાંસદ લોકસભામાં છે અને વિધાનસભામાં ૧૪ મહિલા ધારાસભ્યો છે. ભાવનગરના નિમુબેન બાંભાણિયા (BJP) ૬૯.૭૦% વોટ શેર સાથે સૌથી મોટી જીત મેળવનારા મહિલાઓમાં સામેલ છે.
૬. ગુનાહિત ઇતિહાસ: ભારતમાં કુલ ૪૭૬ મહિલા સાંસદો/ધારાસભ્યોમાંથી ૧૨૭ (૨૭%) સામે ફોજદારી અને ૬૮ (૧૪%) સામે ગંભીર ફોજદારી કેસો નોંધાયેલા છે.
૭. સંપત્તિ : ૪૭૬ સાંસદ/ધારાસભ્યોમાંથી ૧૪ ( ૩ ટકા ) અબજાેપતિ છે.
૮. શિક્ષણ : શિક્ષણની વાત કરીએ તો ૭૦% મહિલા સાંસદ/ધારાસભ્ય ગ્રેજ્યુએટ કે તેથી વધુ લાયકાત ધરાવે છે.




