
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ગુજરાત સરકાર માં લગભગ ૨૫ થી ૨૭ મુખ્ય ડીપાર્ટમેન્ટ છે. એની નીચે ૨૦૦ ઉપરાંત બોર્ડ, નિગમ, કોર્પોરેશન વિગેરે વિગેરે હવે પાછલી ૧-૨ સાલમાં બહુજ IAS/GAS ઓફિસર રીટાયર્ડ થયા છે અને સરકારે નવી ભરતી કરી નથી. અને કરવી ના પડે એટલે સરકારે એક જ અધિકારી ને ૨ થી ૩ ડીપાર્ટમેન્ટ એડીશનલ ચાર્જ (ઈન્ચાર્જ) નો વધારાનો હવાલો આપી દીધો છે.
હમણાં ૨ જુન ૨૦૨૬ના રોજ સરકાર ના ૬ વરીષ્ઠ અધિકારીઓ ને એકી સાથે ઈન્ચાર્જ બનાવી દીધા હતા. આવુ દર મહીને ૨૦ થી ૩૦ અધિકારીઓ ઈન્ચાર્જ થી ફરજ બજાવી રહ્યા છે. અંદાજે ગુજરાત ના ૪૦% થી વધુ નાના-મોટા પદ ઉપર આજે ઈન્ચાર્જ અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે.
આના કારણે સુરત, અમદાવાદ જેવા શહેરોમાં રેરા, મહેસુલ, નગર પાલિકા, મહાનગરપાલિકા, પાણી પુરવઠા, તેમજ સરકારી હોસ્પિટલો સહીત બધે જ ઈન્ચાર્જ અધિકારીથી કામ લેવાય છે. હવે વાત કરીએ સુરતની નવી સિવિલ હોસ્પીટલની હમણાં ડો.પારૂલ વડગામાં મેડમ ઈન્ચાર્જ મેડીકલ સુપ્રિટેન્ડન્ટ છે. એની પહેલા ડો. ધારીત્રી પરમાર ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ હતા. એમની ડો. ધારીત્રી ને આરોગ્ય પ્રધાન ના સરપ્રાઈસ ચેકીંગ બાદ તરત જ વડોદરા ટ્રાન્સફર કરી દીધા હતા. એમને સફાઈ અને વ્યવસ્થાના મુદ્દે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
આ ઈન્ચાર્જ અધિકારીઓની સરકારી પોલીસીને કારણે પ્રજાને જે હાલાકી ભોગવવી પડે છે એમાં પ્રજાના કામ લેટ થાય છે. ઈન્ચાર્જ અધિકારીઓ જવાબદારી લેતા નથી, ભ્રષ્ટાચાર વધે છે, જનતા ને ધક્કા ખાવા પડે છે આમ એક અધિકારી પાસે બે થી ત્રણ ખાતા હોવાને કારણે મોટા શહેરો માં લોકોના કામો મહિનાઓ સુધી અટકેલા રહે છે. એજ રીતે ન્યુ સિવિલ હોસ્પીટલ સુરત કે જેમાં ૧૧૫૦ બેડ વાળી દક્ષિણ ગુજરાત ની સૌથી મોટી સરકારી હોસ્પીટલ કહેવાય છે. એ હોસ્પીટલ માં દાંતના ઓપરેશન માટે ૪૨ દિવસ વઈટીંગ પછી ની તારીખ આપવામાં આવે છે. કારણ કે સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર જ નથી અને ત્રણ પોસ્ટ ખાલી પડી છે.
જે હોસ્પિટલ માં ૧૧૫૦ બેડ હોય અને દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ કહેવાય એવી સુરતની ન્યુ સિવિલ હોસ્પિટલ માં ઘણા વર્ષોથી કાયમી સુપ્રિટેન્ડન્ટ જ નથી. એટલે ઘણા સમય થી ન્યુ સિવિલ હોસ્પિટલ ઈન્ચાર્જ અધિકારી થી જ ચાલી રહી છે. એના માટે ગુજરાત સરકારે આજદિન સુધી કોઈ મોટો નિર્ણય લઈને કાયમી ધોરણે સુપ્રિટેન્ડન્ટનુ વિચાર્યુ જ નથી એના કારણે રેસીડેન્ટ ડોક્ટર ને રેગિંગનો ભોગ બની ને આત્મહત્યા કરવા મજબૂર થવુ પડે છે.
અને આવી જ હાલત દરેક સરકારી ખાતાઓની હોવાને કારણે જનતા ને દરેક ખાતાઓમાં ધક્કાઓ જ ખાવા પડવાના છે. આ છે સચ્ચાઈ ગુજરાતની.




