
માનેલા ભાઈ સાથે વાતચીત કરવા બાબતે તકરાર થઇ હતી સુરતમાં પ્રેમલગ્નનો કરૂણ અંજામ, શંકાશીલ પતિએ પત્નીને રહેંસી નાંખી પત્નીને અન્ય કોઈ સાથે આડા સંબંધો હોવાની શંકા રાખી સરફરાઝ અવારનવાર ઝઘડા કરતો હતો સુરત શહેરમાં વધુ એક વખત શંકાના વહેમમાં પ્રેમલગ્ન કરીને શરૂ કરેલા હસતા-રમતા સંસારનો કરુણ અંત આવ્યો છે. શહેરના રાંદેર વિસ્તારમાં રામનગર વોકવે પાસે આજે મંગળવારે બપોરે એક યુવકે પોતાની પત્ની પર ચારિર્ત્યની શંકા રાખી જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી તેની ર્નિમમ હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
બે વર્ષ પૂર્વે જ પ્રેમલગ્ન કરનારા આ યુગલ વચ્ચે પત્નીના અન્ય યુવક સાથેના સંપર્કને લઈને લાંબા સમયથી વિવાદ ચાલતો હતો, જેનો આજે લોહિયાળ અંત આવ્યો છે.પોલીસ ઇન્સપેક્ટરના કહેવા પ્રમાણે મૂળ બિહારના વતની અને સુરતમાં કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા ૨૫ વર્ષની વયના સરફરાઝ ખાન અને પૂજાકુમારી બંને કેટરિંગના વ્યવસાયમાં મજૂરીકામ સાથે સંકળાયેલા હતાં. બંનેએ બે વર્ષ પહેલા જ પ્રેમસંબંધ બાદ લગ્ન કર્યા હતા. જાેકે, લગ્નજીવનના ટૂંકા ગાળામાં જ શંકાના બીજ રોપાયા હતા. પૂજાકુમારી તેના એક માનેલા ભાઈ સાથે અવારનવાર ફોન પર વાતચીત કરતી હતી, આ બાબત સરફરાઝને ખટકતી હતી.પત્નીને અન્ય કોઈ સાથે આડા સંબંધો હોવાની શંકા રાખી સરફરાઝ અવારનવાર ઝઘડા કરતો હતો. રવિવારે પૂજા તેના મિત્ર સાથે ક્યાંક નીકળી ગઈ હોવાથી ઉશ્કેરાયેલો સરફરાઝ આખી રાત તેને શોધતો રહ્યો હતો. આજે મંગળવારે બપોરે જ્યારે તેણે રામનગરની પાછળના ભાગે પવિત્રા રેસુડેન્સી પાસે પૂજાને તેના મિત્ર સાથે જાેઈ ત્યારે તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને કાંઈપણ વિચાર કર્યા વગર પોતાની પાસે રહેલા ચપ્પુ વડે પૂજાના છાતીના ભાગે ઘાતક હુમલો કરી દીધો હતો.લોહી નિગળતી હાલતમાં પૂજાકુમારીને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ચપ્પુનો ઘા હૃદયની અત્યંત નજીક અને ઊંડો હોવાથી હોસ્પિટલ પહોંચતા પૂર્વે જ તેણે દમ તોડી દીધો હતો.




