
જામનગરના ઉદ્યોગપતિનું કારસ્તાન.૮૦૦ કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં જામનગરના જાણીતા ઉદ્યોગપતિની ધરપકડબ્રાસપાર્ટના જાણીતા ઉદ્યોગપતિની ધરપકડ કરવામાં આવતા સમગ્ર ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે.રાજ્યમાં સીબીઆઈ, ઈન્કમટેક્સ અને ઈડીની કાર્યવાહી બાદ હવે ડાયરેકટર જનરલ ઓફ જીએસટી ઇન્ટેલીજન્સ (ડ્ઢય્ય્ૈં) એ સપાટો બોલાવ્યો છે. જીએસટી વિભાગે રાજ્યવ્યાપી દરોડા પાડીને અંદાજે રૂ. ૮૦૦ કરોડના મસમોટા બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ તપાસનો રેલો જામનગર સુધી પહોંચતા બ્રાસપાર્ટના જાણીતા ઉદ્યોગપતિની ધરપકડ કરવામાં આવતા સમગ્ર ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
ડ્ઢય્ય્ૈં ની તપાસમાં સામે આવ્યું છે કે જામનગરની ‘પટેલ મેટલ કાસ્ટ એલએલપી‘ ના ભાગીદાર જયદીપ મુકેશભાઈ વિરાણી આ કૌભાંડના મુખ્ય સુત્રધાર પૈકીના એક છે. તેમણે આર્થિક ફાયદો મેળવવા માટે ૪૦ જેટલી બોગસ પેઢીઓ ઉભી કરી હતી. તપાસમાં ચોંકાવનારી વિગત એ ખૂલી છે કે, વાસ્તવિક રીતે માત્ર ૨૨ કરોડનો વ્યવહાર હોવા છતાં, તેમણે ૧૨૧ કરોડના બોગસ બિલો બનાવીને સરકારી તિજાેરીને મોટો ચૂનો ચોપડ્યો છે. અધિકારીઓએ તેમના કબજામાંથી ચેકબુક, દસ્તાવેજાે, મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ડ્ઢય્ય્ૈં ના અમદાવાદ ઝોનલ યુનિટને મળેલી બાતમીના આધારે ભાવનગર, મુંબઈ, ચંદ્રપુર અને રાજકોટમાં ગુપ્ત રાહે તપાસ હાથ ધરવામાં આવી હતી.આ કૌભાંડમાં બદ્રે આલમ પઠાણ અને તોફીક ખાનની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. તોફીક ખાને કોઈપણ માલની ખરીદી કર્યા વિના ખોટી વેરાશાખ મેળવવા માટે રૂ. ૪૫ કરોડના નકલી બિલો મેળવ્યા હતા.
અન્ય એક કેસમાં જૂનાગઢની ‘ભારત સેનેટરી એન્ડ ફીટીંગ‘ ના ભાગીદાર હાર્દિક સંજયભાઈ રાવલ ની પણ ધરપકડ થઈ છે. તેમણે ૪૭ નકલી કંપનીઓ દ્વારા ઈશ્યુ કરાયેલા ૧૧૦.૫૭ કરોડના બોગસ બિલોના આધારે રૂ. ૨૮.૦૨ કરોડની ખોટી વેરાશાખ મેળવી સરકાર સાથે છેતરપિંડી કરી હતી.
તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કૌભાંડીઓ સક્રિય ય્જી્ નંબર ધરાવતી પણ નિષ્ક્રિય હોય તેવી કંપનીઓ ખરીદી લેતા હતા. ત્યારબાદ તેના ડિરેક્ટરો અને સરનામાં બદલી નાખતા અને મોટાપાયે નકલી બિલો બનાવતા હતા. આ કૌભાંડમાં હવાલા અને રોકડ વ્યવહારો દ્વારા નાણાંની હેરફેર કરવામાં આવતી હતી. હાલમાં આ સમગ્ર મામલે ડ્ઢય્ય્ૈં દ્વારા સઘન પૂછપરછ ચાલી રહી છે અને આગામી દિવસોમાં આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય મોટા માથાઓના નામ ખૂલવાની શક્યતા છે.




