
લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલદેશમાં LPG અછતની સ્થિતિ બની ચિંતાજનક.સરકારે ગ્રાહકોને LPG વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની સલાહ આપી અને રસોઈ માટે વૈકલ્પિક સ્ત્રોતોનો ઉપયોગ કરવા જણાવ્ય.કેન્દ્ર સરકારે કહ્યું હતું કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતમાં ઉર્જા સંકટ ચિંતાનો વિષય છે. જાેકે, સરકારે ગ્રાહકોને ખાતરી આપી છે કે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) ના પુરવઠા અંગે ગભરાવાની જરૂર નથી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ ગ્રાહકોને LPG વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની સલાહ આપી અને રસોઈ માટે વૈકલ્પિક સ્ત્રોતોનો ઉપયોગ કરવાની પણ વાત કરી હતી.
લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) ની સંભવિત અછત અંગે વધતી ચિંતાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સોમવારે ઇંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની વિનંતી કરી અને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિસ્તૃત કરવાના સંકેત આપ્યા હતા. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ (માર્કેટિંગ અને ઓઇલ રિફાઇનરી) સુજાતા શર્માએ જણાવ્યું હતું કે સ્થાનિક PNG અને CNG ગ્રાહકો હાલમાં સંપૂર્ણ પુરવઠો મેળવી રહ્યા છે જ્યારે કોમર્શિયલ LPG વેચાણ પણ આંશિક રીતે ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. તેમની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે વૈશ્વિક પુરવઠા દબાણ અને વધતી માંગ વચ્ચે ખાસ કરીને કોમર્શિયલ યુઝર્સ માટે LPG ઉપલબ્ધતા અંગે ચિંતા વધી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ સેવાઓ જેવી કોમર્શિયલ સંસ્થાઓને પીએનજી પર શિફ્ટ કરવાથી ઘરો માટે LPG પુરવઠા પર દબાણ ઓછું કરવામાં મદદ મળી શકે છે. સરકાર શહેરી વિસ્તારોમાં પણ પીએનજીના વધુને વધુ ઉપયોગ માટે પ્રોત્સાહન આપી રહી છે. ગ્રાહકો ઇમેઇલ, ગ્રાહક પોર્ટલ, કોલ સેન્ટર સહિત બહુવિધ ચેનલો મારફતે અથવા સંબંધિત સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) કંપનીઓનો સંપર્ક કરીને PNG કનેક્શન માટે અરજી કરી શકે છે.
CGD કંપનીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ સંભવિત ગ્રાહકોનો સંપર્ક કરે અને અનેક કંપનીઓ આ ફેરફારને પ્રોત્સાહન આપવા માટે ઈન્ટેન્ટિવ આપી રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણને વેગ આપવાના પ્રયાસમાં કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને CGD પ્રોજેક્ટ્સ માટે ઝડપી મંજૂરીઓ માંગી છે. ૧૬ માર્ચ, ૨૦૨૬ ના રોજ લખેલા પત્રમાં સરકારે રાજ્યોને બાકી પાઇપલાઇન અરજીઓ માટે ડીમ્ડ પરવાનગીઓ આપવા અને ૨૪ કલાકની અંદર નવા દરખાસ્તો માટે મંજૂરી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
રાજ્યોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સ્થાનિક અધિકારીઓ દ્વારા કરવામાં આવતા રસ્તાના રિપેરિંગ અને પરવાનગી ચાર્જને માફ કરે. પાઇપલાઇન કાર્ય માટે કામના કલાકો અને ઋતુઓ સંબંધિત નિયમોમાં રાહત આપે અને સંકલન સુધારવા અને અમલીકરણને ઝડપી બનાવવા માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવા પણ વિનંતી કરવામાં આવી છે. પાઇપલાઇન દ્વારા પૂરા પાડવામાં આવતા PNG ને એવા વિસ્તારોમાં LPG સિલિન્ડરોનો વધુ સ્થિર વિકલ્પ માનવામાં આવે છે જ્યાં માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ છે. સરકાર PNG કવરેજને વિસ્તૃત કરવા માટે શહેર ગેસ વિતરણ નેટવર્કનો વિસ્તાર કરી રહી છે.




