
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-૧૧માં ના મળ્યું સ્થાન હવે ઈંગ્લેન્ડમાં ધૂમ મચાવી રહ્યો છે કુલદીપ યાદવ ડરહામ સામેની તેની છેલ્લી મેચમાં તેણે શાનદાર બોલિંગ કરી, ૧૦ ઓવરમાં ફક્ત ૨૩ રન આપીને બે વિકેટ લીધી
ભારતીય ટીમે તાજેતરમાં જ ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો, જેમાં પાંચ મેચની T20 શ્રેણી અને ત્રણ મેચની ODI શ્રેણી રમી હતી. કુલદીપ યાદવ ODI શ્રેણી માટે ટીમનો ભાગ હતો, પરંતુ તેને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી નહોતી. ગૌતમ ગંભીર કે કેપ્ટન શુભમન ગિલે તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો નહોતો. જાેકે, હવે કુલદીપ ઇંગ્લેન્ડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યો છે, જે તેના પ્રદર્શનથી પસંદગીકારોને જવાબ આપી રહ્યો છે.
ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં અવગણના બાદ કુલદીપ યાદવે ઇંગ્લેન્ડમાં ચાલી રહેલા વન ડે કપમાં યોર્કશાયર તરફથી રમવાનો ર્નિણય લીધો. ડરહામ સામેની તેની છેલ્લી મેચમાં તેણે શાનદાર બોલિંગ કરી, ૧૦ ઓવરમાં ફક્ત ૨૩ રન આપીને બે વિકેટ લીધી, જેમાં એક મેડન ઓવરનો પણ સમાવેશ થાય છે. તેની સ્પિન બોલિંગ સતત વિદેશી બેટ્સમેનોને પરેશાન કરી રહી છે, જેમને તેની સામે રન બનાવવાનું મુશ્કેલ લાગી રહ્યું છે.
ટુર્નામેન્ટમાં અત્યાર સુધી રમાયેલી ચાર મેચોમાં કુલદીપે આઠ વિકેટ લીધી છે. તેણે દરેક મેચમાં બે વિકેટ લીધી છે, જેમાં તેણે બેસ્ટ બોલિંગ ફોર્મ દર્શાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોઈ પણ બેટ્સમેન તેની સામે મુક્તપણે રમી શક્યો નહીં, તેની સ્પિન બોલિંગે ઇંગ્લેન્ડની ધરતી પર બેટ્સમેનો માટે મુશ્કેલી ઉભી કરી.
ભારત માટે કુલદીપ યાદવની છેલ્લી મેચ અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની વનડે શ્રેણી દરમિયાન હતી. ત્યારથી તેને સતત અવગણવામાં આવી રહ્યો છે. ભારતીય ટીમને તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની વનડે શ્રેણીમાં ૧-૨થી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે શ્રેણી ૧-૧થી બરાબર હતી, ત્યારે એવી શક્યતા હતી કે કુલદીપ યાદવને ત્રીજી મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં તક આપવામાં આવશે. જાેકે, અહીં પણ તેની અવગણના કરવામાં આવી હતી અને ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.




