
ડ્રાઈવર સામે પગલા ભરવા DSP ને કરાઈ અરજી.ભાવનગર SDM ના નામે ડ્રાઈવરે લીધા ૧૦ લાખ !.અશાંતધારા મામલે SDM ના ડ્રાઇવર મોમીન નામના શખ્સે ૧૦ લાખની લાંચ લીધી હોવાના આરોપો લાગતા ચર્ચાનો બન્યો માહોલ.અશાંતધારાની મિલકત ટ્રાન્સફર કરાવવા SDM ના ડ્રાઇવરે લાંચ માંગી હોવાનો આરોપ લાગ્યો છે. આ અંગેના એક સીસીટીવીના ફુટેજ સામે આવ્યા બાદ, SDM એ પણ સ્પષ્ટતા કરવી પડી છે.
ભાવનગરના ક્રેસન્ટ પાસે હિન્દુની માલિકીની કોમર્શિયલ મિલકત વિધર્મીને તબદીલી કરવા અંગે SDM ના ડ્રાઇવરે ૧૪ લાખનો સોદો કરીને રૂપિયા ૧૦ લાખની લાંચની રકમ સ્વીકારતા હોવાના CCTV, ઓડિયો વાયરલ થતા સમગ્ર ભ્રષ્ટાચાર ખુલ્લો પડયો છે.
જે CCTV વાયરલ થયા છે તેમાં કહેવાય છે કે, ભાવનગરના SDM ના ડ્રાઇવર દ્વારા, રુપિયા સ્વીકારવામાં આવી રહ્યાં છે. આ રૂપિયા ભાવનગરના ક્રેસન્ટ વિસ્તારમાં આવેલ હિન્દુની માલિકીની મિલકત મુસ્લિમને વેચવા માટે અશાંતધારાની કોઈ જાેગવાઈને કારણે અટકે નહીં તે માટે લેવડ-દેવડ થઈ હતી. હિન્દુ માલિકીનું કોમર્શિયલ કોમ્પ્લેક્ષ વિધર્મીને વેંચવા માટે જરૂરી મંજૂરી મેળવી આપવા માટે SDM ના ડ્રાઇવર મોમીને રૂપિયા ૧૪ લાખની માંગણી કરી હતી. અશાંતધારા મામલે SDM ના ડ્રાઇવર મોમીન નામના શખ્સે ૧૦ લાખની લાંચ લીધી હોવાના આરોપો લાગતા ચર્ચાનો બન્યો માહોલ.
આ અંગે ભાવનગરના એસડીએમ પ્રતિભા દહિયાએ જણાવ્યું કે જે, આ અશાંતધારાનો આપેલો અભિપ્રાય છે તે અમે ૨૭ કે ૨૯ જાન્યુઆરીના રોજ નામંજૂર કર્યો છે. જે ડ્રાઇવરે મારા નામે રૂપિયા લીધા છે એનો તો મને સ્હેજે પણ ખ્યાલ નથી.
ગઈકાલ મને આ સમગ્ર મામલાની જાણ થતા જ અમે ડ્રાઇવરને તાત્કાલીક અસરથી છૂટો કરી નાખ્યો છે. ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમે જિલ્લા પોલીસ વડાને અરજી પણ કરી હોવાનું ભાવનગરના એસડીએમએ જણાવ્યું હતું.




