
સરકારે ગૃહમાં સ્પષ્ટતા કરી.નોરા ફતેહીનું વિવાદાસ્પદ ગીત સંસદમાં ગાજ્યું.લોકસભામાં બોલતા વૈષ્ણવે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા સંપૂર્ણપણે અપ્રતિબંધિત હોઈ શકે નહીં.જાણીતી ડાન્સર કમ અભિનેત્રી નોરા ફતેહીના ગીત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા પછી આજે એ ગીત મુદ્દે સરકારને સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે આજે કહ્યું કે નોરા ફતેહીનું વિવાદાસ્પદ ગીત ‘સરકે ચુનર તેરી સરકે’ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ગીત મુદ્દે તેમણે ભાર મૂકતા જણાવ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા સમાજ અને સંસ્કૃતિનું સન્માન કરતી યોગ્ય પ્રતિબંધોની અંદર હોવી જાેઈએ. લોકસભામાં બોલતા વૈષ્ણવે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા સંપૂર્ણપણે અપ્રતિબંધિત હોઈ શકે નહીં. તેમણે કહ્યું કે આ ગીત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આપણે વાણી સ્વતંત્રતા હેઠળ નિર્ધારિત કરેલી અમુક મર્યાદા યા પ્રતિબંધોને આધિન થઈને કામ કરવું જાેઈએ. વાણી સ્વતંત્રતા સંપૂર્ણપણે અસીમિત હોઈ શકે નહીં, પરંતુ આપણે એને સમાજ અને સંસ્કૃતિના સંદર્ભમાં જાેવો જાેઈએ. આ મુદ્દો સમાજવાદી પાર્ટીના સાંસદ આનંદ ભદૌરિયાએ નીચલા ગૃહમાં ઉઠાવ્યો હતો અને તેમણે સરકારના વિવાદાસ્પદ ગીત પર સ્પષ્ટીકરણ માગ્યું હતું.અહીં એ જણાવવાનું કે જાણીતી ડાન્સર નોરા ફતેહી અને સંજય દત્ત આ ગીતમાં જાેવા મળે છે. આ ગીત કન્નડ ફિલ્મ કેડી: ધ ડેવિલનું છે. ઓનલાઈન રિલીઝ થયા પછી આ ગીત નવા વિવાદમાં આવ્યું છે. અનેક લોકોએ ગીતની લિરિક્સને અત્યાર સુધીની સૌથી વધુ અશ્લીલ અને સીનને વધુ અશ્લીલ ગણાવીને વિરોધ વ્યક્ત કર્યાે હતો.આ ગીત હિંદી વર્ઝનમાં આ અઠવાડિયાની શરુઆતમાં યુ-ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો, પરંતુ એના વિરોધ પછી તેને હટાવવામાં આવ્યો છે. જાેકે, કન્નડ, મલિયાલમ, તેલુગુ અને તમિલ ભાષામાં અત્યારે આ ગીડનો વીડિયો-શેરિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આ ફિલ્મ ૩૦ એપ્રિલના રિલીઝ થશે. આ ગીતના ઓરિજિનલ લિરિક્સ કન્નડ ભાષામાં ફિલ્મ ડાયરેક્ટ પ્રેમએ લખ્યા છે. હિન્દી વર્ઝનના ગીતકાર રકિબ આલમએ લખ્યા છે, જેના પર વિવાદ થયો છે. આલમએ આ ગીત મુદ્દે સ્પષ્ટતા કરી છે કે મેં આ ગીતના શબ્દો લખ્યા નથી. ફિલ્મના ડાયરેક્ટર પ્રેમએ કન્નડ ભાષામાં લખ્યા હતા, જ્યારે મને લખવાનું કહ્યું ત્યારે મેં મનાઈ કરી હતી. મેં કહ્યું હતું કે આ ગીત ચાલશે નહીં અને સેન્સર બોર્ડ પણ પાસ નહીં કરે. આ ગીતની જાણીતી સેલિબ્રિટીઝ અને નેતાઓએ પણ વિરોધ વ્યક્ત કર્યાે હતો. ભાજપના સાંસદ રવિ કિશનએ પણ ગીતને વખોડ્યું હતું. કંગના રનૌતએ પણ તમામ હદ પાર કરી હોવાનો આરોપ મૂક્યો હતો.




