
ફાયદાની જગ્યાએ નુકસાન.ટ્રમ્પના ટેરિફથી અમેરિકામાં ઉત્પાદન ક્ષેત્રે ૧ લાખ લોકો બેરોજગાર બન્યાં.અમેરિકાના ૯૮ ટકા ઉત્પાદન એકમો ૨૦૦થી પણ ઓછા કામદારો ધરાવતા હોવાનું સેન્સસ બ્યૂરો ઓફ ડેટા જણાવે છે.અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આખા વિશ્વના દેશો પર તેમ કહીને ટેરિફ નાખ્યો હતો કે તેનાથી અમેરિકાને ફાયદો થશે, અમેરિકન ઉત્પાદકોને ફાયદો થશે, પણ વાસ્તવમાં તેનો ટેરિફનો દાવ અવળો પડયો છે. તેની ટેરિફ પોલિસીના લીધે અમેરિકન ઉત્પાદકો જ મુશ્કેલીમાં મૂકાયા છે.
ટ્રમ્પના શાસનના વર્ષના સમયગાળામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં લગભગ એક લાખ નોકરીઓ ખતમ થઈ ગઈ છે.ટ્રમ્પને સમર્થન આપનારા કેટલાય નાના અને મધ્યમ ઉદ્યોગપતિઓએ આજે રાતા પાણીએ રોવાનો વખત આવ્યો છે. ઉદાહરણ તરીકે જાેઈએ તો ટ્રમ્પને સમર્થન આપનાર અક સ્થાનિક ઉદ્યોગપતિ એલન એન્જિનિયરિંગ કોર્પ કરીને કંપની ચલાવે છે. ટ્રમ્પની ટેરિફની નીતિઓના લીધે તેના એન્જિન, સ્ટીલ અને ગીયરબોક્સના તથા ક્લચના ભાવ વધી ગયા છે. આના કારણે તે ઉદ્યોગપતિએ ગ્રાહક છૂટી જવાના ડર વચ્ચે પણ ઉત્પાદનોના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. તેણે ખર્ચ ઘટાડવા માટે ફેક્ટરીમાં કર્મચારીઓની સંખ્યા ૨૦૫થી ઘટાડી ૧૪૦ કરી દીધી છે. તેણે જણાવ્યું હતું કે જાે ટ્રમ્પની નીતિઓ ચાલુ રહી તો તેણે ક્યાંક ફેક્ટરી બંધ કરવાનો સમય ન આવે. આમ ટ્રમ્પ એકબાજુએ દાવો કરે છે કે તેની નીતિઓના કારણે અમેરિકન મેન્યુફેક્ચરિંગ જાેબ્સમાં વધારો થશે, પરંતુ વાસ્તવમાં ટ્રમ્પના શાસનના પહેલા વર્ષમાં લગભગ ૯૮ હજારથી વધુ એટલે કે લગભગ એક લાખ મેન્યુફેકચરિંગ જાેબ્સનો લોસ થયો છે. હાલમાં પણ જે કારોબાર ચાલી રહ્યા છે તે પણ બાઇડેનની પોલિસીઓના કારણે ચાલી રહ્યા છે. બાકી ટ્રમ્પ તો અમેરિકન અર્થતંત્રનું નિકંદન કાઢવા બેઠો હોવાની સ્થાનિક લોકોની માન્યતા વધુને વધુ પ્રબળ બની રહી છે. અમેરિકાના ૯૮ ટકા ઉત્પાદન એકમો ૨૦૦થી પણ ઓછા કામદારો ધરાવતા હોવાનું સેન્સસ બ્યૂરો ઓફ ડેટા જણાવે છે. તેઓ પાસે એપલ જેવી મહાકાય કંપનીઓની જેમ લોબીઇંગ માટે નથી પૂરતું ભંડોળ કે નથી કોઈ મોટી બ્રાન્ડનેમ જેનાથી તેમને આ સ્થિતિનો સામનો કરવામાં મદદ મળ. ટ્રમ્પ દાવો કરે છે કે કેન્સ્ટ્રકશન સેક્ટરમાં તેના કારણે તેજી જાેવા મળી રહી છે, પરંતુ નિષ્ણાતો તેના માટે જુદુ જ કારણ આપે છે. તેઓનું કહેવું છે કે બાઇડેન ૨૦૨૨માં ચિપ્સ એન્ડ સાયન્સ એક્ટ લાવ્યા, જેમા કમ્પ્યુટર ચિપ પ્લાન્ટ્સને મોટાપાયા પર સબસિડી આપવામાં આવી હતી. તેના કારણે કન્સ્ટ્રકશન સેક્ટરમાં તેજી જાેવા મળી છે. આમ અહીં પણ ટ્રમ્પની કોઈ ભૂમિકા નથી. વાસ્તવમાં તો ટ્રમ્પના કાર્યકાળમાં ફેક્ટરીઓ બનવાની અને બાંધકામ ક્ષેત્રની ગતિ ઘટી છે.




