
રુપા ગાંગુલીને મળી ટિકિટ પશ્ચિમ બંગાળમાં BJP એ જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી રૂપા ગાંગુલી સોનાપુર દક્ષિણથી ચૂંટણી લડશે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) એ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ૧૧૧ ઉમેદવારોના નામનો સમાવેશ થાય છે. રૂપા ગાંગુલી પણ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે બીજી યાદીમાં ૧૧૧ ઉમેદવારોના નામનો સમાવેશ કર્યો છે. ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ રૂપા ગાંગુલી સોનાપુર દક્ષિણથી ચૂંટણી લડશે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ૧૧૧ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ બિશુનપુર વિધાનસભા બેઠક માટે પોતાના ઉમેદવાર બદલ્યા છે. આ સિવાય જાેયપુરથી એક એવા ઉમેદવારનું નામ પણ ભાજપે પોતાની યાદીમાં જાહેર કર્યું છે જેને ભાજપ સમર્થન કરી રહ્યું છે.
ભૂતપૂર્વ સાંસદ અર્જુન સિંહ ભાજપની ટિકિટ પર નોઆપારા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. વધુમાં, પહેલી યાદીમાંથી એક નામ બદલાયું છે. બિશ્વજીત ખાનને બિષ્ણુપુર (SC) બેઠક માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અગાઉ, પાર્ટીએ અગ્નિશ્વર નાસ્કરને ટિકિટ આપી હતી. ભાજપે જાેયપુર બેઠક પર બિશ્વજીત મહતોને ટેકો આપવાની જાહેરાત કરી છે. તેઓ ભાજપ સમર્થિત ઉમેદવાર હશે. થોડા દિવસો પહેલા, તૃણમૂલ કોંગ્રેસે પણ ૨૯૧ બેઠકો માટે તેના તમામ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ભાજપે પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે પોતાની પહેલી યાદીમાં ૧૪૪ નામ જાહેર કર્યા હતા. ભારતીય જનતા પાર્ટી (BJP) એ સુવેન્દુ અધિકારી અને દિલીપ ઘોષને મેદાનમાં ઉતાર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ નંદીગ્રામ અને ભવાનીપુર બેઠક પરથી શુભેંદુ અધિકારીને બે બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.




