
US ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધનું જાેખમ ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સંઘર્ષનું જાેખમ વાસ્તવિક છે અને બંને વચ્ચે તણાવપૂર્ણ સંબંધોના પગલે આવું બન્યું છે વર્ષ ૨૦૨૫માં કાશ્મીરના સ્વર્ગ સમા પહેલગામમાં નિર્દોષ પર્યટકો પર ધર્મ પૂછીને કરાયેલા આતંકી હુમલા બાદ ભારતે પણ જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓનો સફાયો કર્યો હતો. જેને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષ ફાટી નીકળ્યો હતો. તે વખતે ભારતે લોન્ચ કરેલા ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનનો ખુડદો બોલી ગયો હતો. પાકિસ્તાને આજીજી કરતા ભારતે સૈન્ય સંઘર્ષ પર પૂર્ણ વિરામ મૂક્યું હતું પરંતુ ભારતે ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે આ ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી. જ્યારે પણ સરહદ પારથી કોઈ આવી ઘટનાને અંજામ અપાશે તો ભારત ચૂપ બેસશે નહીં અને જડબાતોડ જવાબ આપશે. ભારત હવે આવા હુમલા સાખી લેવાના જરાય મૂડમાં નથી. હવે તો આર યા પારના મૂડમાં છે. આ બધા વચ્ચે અમેરિકી સેનેટમાં બુધવારે રજૂ થયેલા યુએસ ઈન્ટેલિજન્સ કમ્યુનિટીના જાેખમની સમીક્ષા પર બનેલા વાર્ષિક રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સંઘર્ષનું જાેખમ વાસ્તવિક છે અને બંને વચ્ચે તણાવપૂર્ણ સંબંધોના પગલે આવું બન્યું છે. રિપોર્ટ મુજબ ભારત અને પાકિસ્તાન સીધો સંઘર્ષ શરૂ કરવા માંગતા નથી પરંતુ આમ છતાં આતંકી તત્વો માટે સંકટોને વધારનારી પરિસ્થિતિઓ અસ્તિત્વમાં છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવપૂર્ણ સંબંધ છે તેના કારણે પરમાણુ સંઘર્ષનું જાેખમ બનેલું છે. કારણ કે ભૂતકાળમાં આ બંને પરમાણુ સંપન્ન દેશો વચ્ચે ઘર્ષણ થયેલું છે જેનાથી તણાવ વધવાનું જાેખમ પેદા થયું છે. ગત વર્ષે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાએ સંઘર્ષને ભડકાવનારા આતંકી હુમલાના જાેખમને સ્પષ્ટ કર્યા છે.
રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની દખલથી જાે કે હાલનું પરમાણું હુમલાનો તણાવ ઘટ્યો છે અને અમારી સમીક્ષા છે કે કોઈ પણ દેશ ખુલ્લા સંઘર્ષમાં જવા માંગતો નથી પરંતુ આતંકવાદી તત્વો માટે સંકટોને વધારનારી પરિસ્થિતિઓ અસ્તિત્વમાં છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર વચ્ચે સંબંધ તણાવપૂર્ણ છે અને સરહદપાર સંઘર્ષ થતો રહે છે કારણ કે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં પાક વિરોધી આતંકી સમૂહોની હાજરીથી સતત નિરાશ થઈ રહ્યું છે, જેણે વધતી આતંકી હિંસાનો સામનો કરવો પડી રહ્યો છે.
અમેરિકાના ઈન્ટેલિજન્સ પ્રમુખ તુલસી ગબાર્ડે બુધવારે સાંસદોને જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા વિક્સિત લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઈલોમાં અમેરિકાને ટાર્ગેટ કરવા માટે સક્ષમ મિસાઈલો સામેલ હોઈ શકે છે. સેનેટ ઈન્ટેલિજન્સ સમિતિ સમક્ષ નેશનલ ઈન્ટેલિજન્સના ડાયરેક્ટર તુલસી ગબાર્ડે એમ પ




