
કૃત્રિમ ન્યૂટ્રિશનલ અને વચ્ચે વચ્ચે ઓક્સિજન સપોર્ટ આપવામાં આવતો હતો.સુપ્રીમ કોર્ટમાંથી ઈચ્છામૃત્યુ પામેલા હરીશ રાણાનું AIIMS માં નિધન.ઈચ્છામૃત્યુ પામેલા ભારતનો પ્રથમ એવો શખ્સ હરીશ રાણા ૧૩ વર્ષથી પણ વધારે સમયથી કોમામાં રહ્યા બાદ દિલ્હીની એઈમ્સમાં નિધન થયું છે.સુપ્રીમ કોર્ટથી પેસિવ યૂથેનેશિયા એટલે કે ઈચ્છામૃત્યુ પામેલા ભારતનો પ્રથમ એવો શખ્સ હરીશ રાણા ૧૩ વર્ષથી પણ વધારે સમયથી કોમામાં રહ્યા બાદ દિલ્હીની એઈમ્સમાં નિધન થયું છે.
હરીશ રાણાને એઈમ્સમાં દાખલ કર્યો હતો. જ્યાં પેસિવ યૂથેનેશિયાની પ્રક્રિયા અંતર્ગત નિયમ અનુસાર તેના લાઈફ સપોર્ટ ધીમે ધીમે હટાવવામાં આવ્યા હતા. ૧૦ સભ્યોની ડોક્ટરની પેનલ આ પ્રોસેસમાં લાગેલી હતી. હરીશને સન્માનજનક રીતે મૃત્યુ મળે, તેની કોશિશ આ પ્રક્રિયા અંતર્ગત કરવામાં આવી હતી. સાથે જ તેમના પરિવારનું પણ કાઉંસલિંગ કરવામાં આવી રહ્યું હતું.હરીશ રાણા પંજાબ યુનિવર્સિટીનો બીટેકનો વિદ્યાર્થી હતો. વર્ષ ૨૦૧૩માં ચોથા માળેથી પડવાના કારણે તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. જે બાદ તે સતત કોમામાં હતો. આ દરમ્યાન તેને કૃત્રિમ ન્યૂટ્રિશનલ અને વચ્ચે વચ્ચે ઓક્સિજન સપોર્ટ આપવામાં આવતો હતો.હોસ્પિટલમાં દાખય થયા બાદ ડોક્ટરની દેખરેખમાં તેના ન્યૂટ્રિશનલ સપોર્ટને ધીમે ધીમે ઓછા કરી દેવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટે એઈમ્સને નિર્દેશ આપ્યા હતા કે લાઈફ સપોર્ટ સિસ્ટમને એક નિશ્ચિત પ્લાન અનુસાર હટાવવામાં આવે, જેથી દર્દીની ગરિમા જળવાઈ રહે.
આ સમગ્ર પ્રક્રિયાને લાગૂ કરવા માટે ડોક્ટર સીમા મિશ્રાના નેતૃત્વમાં એક વિશેષ મેડિકલ ટીમ બનાવી હતી. આ ટીમમાં ન્યૂરોસર્જરી, ઓન્કો એનેસ્થીસિયા, પેલિએટિવ મેડિસિન અને મનોચિકિત્સા વિભાગના નિષ્ણાત સામેલ હતા. ભારતમાં આ પ્રકારનો આ પ્રથમ કેસ માનવામાં આવે છે, જેણે ઈચ્છામૃત્યુ લઈને એક નવી મિસાલ રજૂ કરી છે.




