
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
30 એપ્રિલના રોજ જાહેર કરાયેલા ૨૦૨૬ ના વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારત ૧૮૦ દેશોમાં ૧૫૭ માં ક્રમે છે. ૨૦૨૫ માં ભારત ૧૫૧ માં ક્રમે હતું. જે છ સ્થાન નીચે હતું. રિપોર્ટસ સાન્સ ફન્ટીઅર્સ (RSF) નામના પત્રકારત્વ નિરીક્ષક સંસ્થાએ જણાવ્યું હતું કે તેના સૂચકાંડમાં સમાવિષ્ટ તમામ ૧૮૦ દેશો અને પ્રદેશોનો સરેરાશ સ્કોર છેલ્લા ૨૫ વર્ષમાં ક્યારેય આટલો નીચે રહ્યો નથી. ઈન્ડેકસના ઇતિહાસમાં પહેલીવાર વિશ્વના અડધાથી વધુ દેશો હવે પ્રેસ સ્વતંત્રતાની “ગંભીર” અથવા “ખૂબ જ ગંભીર” શ્રેણીમાં આવે છે. નોર્વે, નેધરલેન્ડ્સ,એસ્ટોનિયા, ડેનમાર્ક અને સ્વીડન ઇન્ડેક્સમાં ટોચ પર છે. સઉદી અરેબિયા, ઈરાન, ચીન. ઉત્તર કોરિયા, અને એરિટ્રિયા તળિયે છે. RSF (રિપોર્ટ્સ સાન્સ ફેન્ટિઅર્સ) અનુસાર આ વિશ્લેષણ વિશ્વના ઘણા ભાગોમાં પત્રકારત્વની સ્થિતિમાં ચિંતાજનક બગાડ દર્શાવે છે. કેટલાક સ્થળોએ મર્યાદિત સુધારાઓ હોવા છતાં ૧૮૦ દેશોમાંથી ૧૦૦ દેશોમાં પ્રેસ સ્વતંત્રતાના સ્કોરમાં ઘટાડો થયો છે. કાયદેસરતા સૂચકાંડમાં ગયા વર્ષે સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે જે દર્શાવે છે કે વિશ્વભરમાં પત્રકારત્વને ગુના તરીકે જોવામાં આવી રહ્યું છે. અમેરિકામાં પણ પરિસ્થિતિ નકારાત્મક રીતે બદલાઈ ગઈ છે. યુનાઇટેડ સ્ટેટ્સ સાત સ્થાન નીચે સરકી ગયું છે. અને ઘણા લેટિન અમેરિકન દેશો હિંસા અને દમન ના ચક્રમાં વધુને વધુ ફસાઈ રહ્યા છે.
RSF ભારતમાં પ્રેસ સ્વતંત્રતા ના સંકટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પક્ષની ભૂમિકા પર પ્રકાશ પાડે છે. અને કહે છે: પત્રકારો સામે વધતી હિંસા, મીડિયા માલિકીનું વધુ પડતું કેન્દ્રીકરણ અને ચોક્કસ રાજકીય વિચારધારા પ્રત્યે વધુને વધુ પક્ષપાતી મીડિયા સંસ્થાઓ આ બધાએ “વિશ્વના સૌથી મોટા લોકશાહી” માં પ્રેસ સ્વતંત્રતા ને ખતમ કરી દીધી છે.
૨૦૧૪ થી દેશ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા અને હિન્દુ રાષ્ટ્રવાદી જમણેરી વિચારધારા ના પ્રતીક, વડાપ્રધાન મોદી દ્વારા શાસન કરવામાં આવ્યું છે. આમ સરકારો મીડિયા ને દબાવવા માટે વસાહતી યુગના કાયદાઓ જેમકે રાજદ્રોહ, માનહાનિ અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સાથે સંબંધિત- નો ઉપયોગ કરવામાં ક્યારેય સંકોચ કરતી નથી. અને આતંકવાદ વિરોધી કાયદાઓનો ઉપયોગ પત્રકારો સામે વધુને વધુ થઈ રહ્યો છે.



