
મલેશિયાથી પરત આવી હતી મહિલા મહિલા ગુપ્તભાગમાં ૮૧ લાખનું સોનું છુપાવીને લાવતાં કસ્ટમે ઝડપી વર્ષ ૨૦૨૬ની શરૂઆતમાં જ દાણચોરી ૧૦થી વધુ કેસમાં કરોડો રૂપિયાનું દાણચોરીનું સોનું ઝડપી લેવામાં આવ્યું અમદાવાદના એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે, જેમાં એક મહિલા પેસેન્જરે પોતાના શરીરના રેક્ટમમાં ગોલ્ડ પેસ્ટ છુપાવીને લાવવાનો પ્રયાસ કર્યાે હતો. કસ્ટમ વિભાગની ટીમ સતત એલર્ટ રહેતી હોવાથી આ મહિલાને ઝડપી લેવામાં સફળતા મળી છે. મહિલા દ્વારા જૂની મોડેસ ઓપરેન્ડીથી ગોલ્ડ પેસ્ટની કેપ્યુલ બનાવી તેની દાણચોરીનો પ્રયાસ કર્યાે હતો. કસ્ટમ્સની ટીમે ૮૧ લાખના સોના સાથે મહિલાને ઝડપી લીધી છે.ઉત્તર પ્રદેશની રહેવાસી ઈરમ ક્વીન મલેશિયાથી અમદાવાદ આવતી ફ્લાઈટમાં મુસાફરી કરીને વહેલી સવારે એરપોર્ટ પર પહોંચી હતી. ગ્રીન ચેનલમાંથી પસાર થતી વખતે કસ્ટમ અધિકારીઓને તેના વર્તનમાં શંકા જણાઈ હતી. જેથી તેને રોકીને વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું કે મહિલાએ કેમિકલની મદદથી ગોલ્ડ પેસ્ટ તૈયાર કરી હતી અને તેને બે અલગ-અલગ કેપ્સ્યુલમાં ભરીને પોતાના શરીરના રેક્ટમ ભાગમાં છુપાવી રાખી હતી.
તબીબી તપાસ બાદ આ બંને કેપ્સ્યુલ બહાર કાઢવામાં આવી હતી, જેમાંથી કુલ ૫૫૩.૦૭ ગ્રામ ૨૪ કેરેટની ગોલ્ડ પેસ્ટ મળી આવ્યું હતું. આ સોનાની બજાર કિંમત અંદાજે રૂ. ૮૧ લાખ થાય છે.કસ્ટમના અધિકારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા દોઢ મહિનાથી ગોલ્ડ સ્મગલિંગના કેસોમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ શંકાસ્પદ પેસેન્જરો પર સતત નજર રાખવામાં આવી રહી હતી. જેને આ કેસ પકડવામાં સફળતા મળી છે. ખાસ બાબત એ છે કે રેક્ટમમાં ગોલ્ડ પેસ્ટ છુપાવીને લાવવાના કેસો અગાઉ પણ નોંધાયા છે, પરંતુ મહિલાઓ દ્વારા આ પ્રકારની સ્મગલિંગના બનાવો જવલ્લેજ નોંધાતા હોય છે.આ બનાવે ફરી એકવાર એરપોર્ટ સુરક્ષા અને કસ્ટમ ચેકિંગની મહત્ત્વતા પર પ્રકાશ પાડ્યો છે. સાથે જ સ્મગલર્સ નવી નવી પદ્ધતિઓ અપનાવીને કાયદાથી બચવાનો પ્રયાસ કરતા હોવાનું પણ સ્પષ્ટ થાય છે. કસ્ટમ વિભાગે મહિલાને કસ્ટડીમાં લઈને વધુ પૂછપરછ શરૂ કરી છે અને આ ગેરકાયદે પ્રવૃત્તિમાં અન્ય કોણ સામેલ છે તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૬ની શરૂઆતમાં જ દાણચોરી ૧૦થી વધુ કેસમાં કરોડો રૂપિયાનું દાણચોરીનું સોનું ઝડપી લેવામાં આવ્યું છે. આ ઉપરાંત ડ્રગ્સ ગાંજાે અને હેરોઇનની હેરાફેરી પણ એરપોર્ટ પર વધી ગઇ છે.




