
અમેરિકામાં ભારતીય કંપનીનો ડંકો! અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે ભારતીય કંપની! પ્રોજેક્ટમાં ૭ મિલિયન ટન પ્રતિ વર્ષ સુધીના ડાયરેક્ટ-રિડક્શન ગ્રેડ આયર્ન ઓર પેલેટ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ભારતથી અમેરિકા પહોંચ્યો ‘સ્ટીલ પાવર’! એસ્સાર ગ્રૂપ કરશે ઇં૧૫ બિલિયનનું જંગી રોકાણ. ભારતીય ઉદ્યોગ જગત માટે અમેરિકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. એસ્સાર ગ્રૂપની અમેરિકામાં કાર્યરત કંપની મેસાબી મેટાલિક્સ આયોવા રાજ્યમાં આશરે ઇં૧૫ બિલિયનના ખર્ચે વિશાળ સ્ટીલ મિલ સ્થાપવાની યોજના ધરાવે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના વ્હાઇટ હાઉસ કાર્યક્રમમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.ભારતીય ઉદ્યોગ જગત માટે અમેરિકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. એસ્સાર ગ્રૂપની અમેરિકામાં કાર્યરત કંપની મેસાબી મેટાલિક્સ આયોવા રાજ્યમાં આશરે ઇં૧૫ બિલિયનના ખર્ચે વિશાળ સ્ટીલ મિલ સ્થાપવાની યોજના ધરાવે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના વ્હાઇટ હાઉસ કાર્યક્રમમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. વ્હાઇટ હાઉસ અનુસાર આ અમેરિકાના ઇતિહાસના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ પ્રોજેક્ટ્સમાંનો એક હશે. પ્રથમ તબક્કામાં વાર્ષિક ૭.૫ મિલિયન ટન સ્ટીલ ઉત્પાદનનું લક્ષ્ય છે, જે આગળ વધીને આશરે ૧૦ મિલિયન ટન સુધી પહોંચી શકે છે.આ પ્રોજેક્ટ એસ્સારની અમેરિકામાં સંપૂર્ણ સ્ટીલ સપ્લાય ચેઇન ઊભી કરવાની યોજનાનો મહત્વનો ભાગ છે. મિનેસોટાના નાશવાક વિસ્તારમાં મેસાબી મેટાલિક્સની આયર્ન ઓર ખાણ અને પેલેટ પ્લાન્ટની કામગીરી પણ આગળ વધી રહી છે. કંપનીના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટમાં ૭ મિલિયન ટન પ્રતિ વર્ષ સુધીના ડાયરેક્ટ-રિડક્શન ગ્રેડ આયર્ન ઓર પેલેટ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. સપ્ટેમ્બર ૨૦૨૬માં આ ખાણની કામગીરી શરૂ થવાની પ્રક્રિયા આગળ વધી હોવાનું એસ્સારે જણાવ્યું હતું. મિનેસોટામાંથી મળનારા આયર્ન ઓરનો ઉપયોગ આયોવાના સ્ટીલ પ્રોજેક્ટમાં કરવાની યોજના છે.આયોવાના સ્ટીલ પ્લાન્ટના પ્રથમ તબક્કાથી અમેરિકામાં મોટી સંખ્યામાં રોજગારી ઊભી થવાની અપેક્ષા છે. વ્હાઇટ હાઉસ અનુસાર પ્રોજેક્ટથી ઓછામાં ઓછી ૧,૭૫૦ કાયમી નોકરીઓ ઊભી થશે, જ્યારે પ્રથમ તબક્કાના બાંધકામ દરમિયાન લગભગ ૬,૦૦૦ કન્સ્ટ્રક્શન જાેબ્સને ટેકો મળી શકે છે. વ્હાઇટ હાઉસે એવો પણ અંદાજ આપ્યો છે કે બાંધકામ અને શરૂઆતની કામગીરીના પ્રથમ ૧૦ વર્ષ દરમિયાન આ પ્રોજેક્ટ અમેરિકાની અર્થવ્યવસ્થામાં આશરે ઇં૯૫ બિલિયનનો આર્થિક પ્રભાવ પેદા કરી શકે છે.આ પ્રોજેક્ટની જાહેરાત સાથે અમેરિકાની ટેરિફ નીતિની પણ ચર્ચા થઈ રહી છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ ટ્રમ્પ પ્રશાસન સ્ટીલ અને અન્ય વ્યૂહાત્મક ધાતુઓ પરના ટેરિફને અમેરિકામાં સ્થાનિક ઉત્પાદન અને રોકાણ વધારવાના સાધન તરીકે રજૂ કરે છે. જૂન ૨૦૨૬ના વ્હાઇટ હાઉસ ફેક્ટશીટમાં પણ જણાવાયું હતું કે સ્ટીલ, એલ્યુમિનિયમ અને કોપર પરની ટેરિફ નીતિનો હેતુ અમેરિકન ઉત્પાદન અને ઔદ્યોગિક ક્ષમતાને પ્રોત્સાહન આપવાનો છે. જાેકે, આ પ્રોજેક્ટના ર્નિણયમાં ટેરિફની ચોક્કસ ભૂમિકા કેટલી છે તે અંગે કંપનીના રોકાણના અન્ય વ્યાવસાયિક અને સપ્લાય-ચેઇન પરિબળોને પણ ધ્યાનમાં લેવા પડે છે.વ્હાઇટ હાઉસના કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે કંપનીઓ અમેરિકામાં પ્લાન્ટ સ્થાપી રહી છે કારણ કે તેઓ ટેરિફ ચૂકવવા માંગતી નથી. બીજી તરફ, એસ્સારની પોતાની માહિતી મુજબ મેસાબી પ્રોજેક્ટનો મુખ્ય ફોકસ અમેરિકામાં ડાયરેક્ટ-રિડક્શન ગ્રેડ આયર્ન ઓરની સ્થાનિક સપ્લાય અને ગ્રીન સ્ટીલ માટેની સપ્લાય ચેઇન વિકસાવવાનો છે.




