
‘એન્ડગેમ : એન્કોર’માં મોટી સરપ્રાઇઝ ક્રેડિટ પહેલાં જ લોકી-કેપ્ટન અમેરિકાની મુલાકાતે ૨૦૧૯ની બ્લોકબસ્ટર એવેન્જર્સ: એન્ડગેમને વધારાની ફૂટેજ અને નવા સીન સાથે ફરી રિલીઝ કરવામાં આવી માર્વેલની બહુચર્ચિત એવેન્જર્સ એન્ડગેમ: એન્કોર ૨૫ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવી છે. ૨૦૧૯ની બ્લોકબસ્ટર એવેન્જર્સ: એન્ડગેમને વધારાની ફૂટેજ અને નવા સીન સાથે ફરી રિલીઝ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે ફિલ્મના નવા ક્રેડિટ સીન આગામી ફિલ્મ એવેન્જર્સ: ડૂમ્સ ડે માટે સીધી કડી ઊભી કરે છે. ફિલ્મ શરૂ થાય તે પહેલાં રોબર્ટ ડાઉની જુનિયર અને ક્રિસ ઇવાન્સ એટલે કે ટોની સ્ટાર્ક અને સ્ટીવ રોજર્સનો ખાસ વીડિયો સંદેશ જાેવા મળે છે. બંને કલાકારો દર્શકોનો આભાર માને છે અને “અમે તમને પ્રેમ કરીએ છીએ ૩૦૦૦!” કહીને ફિલ્મ માણવા કહે છે. ભરચક થિયેટરમાં આ ક્ષણે દર્શકોએ જાેરદાર પ્રતિસાદ આપ્યો હતો.મૂળ ફિલ્મનાં અંતમાં સ્ટીવ રોજર્સ પેગી કાર્ટર સાથે ડાન્સ કરતો જાેવા મળે છે. એન્કોરમાં પણ આ જ દૃશ્યથી અંતની શરૂઆત થાય છે, પરંતુ આ વખતે દરવાજા પર ટકોર થાય છે. પેગી દરવાજાે ખોલે છે અને સામે જાેવા મળે છે લોકી (ટોમ હિડલસ્ટન). તે કહે છે કે તે બંનેની મદદ કરી શકે છે. સ્ટીવ લોકીને જાેઈને ચોંકી જાય છે. આ દૃશ્ય એડગેમનાં જાણીતા અંતને બદલીને તેને સીધું ડીમ્સડે સાથે જાેડે છે અને દર્શકો માટે ક્રેડિટ પહેલાં જ એક મોટી સરપ્રાઇઝ આપે છે. ક્રેડિટ દરમિયાન વધુ એક દૃશ્યમાં બ્રુસ બેનર અત્યંત સુરક્ષિત અંડરગ્રાઉન્ડ મિલિટરી બંકરમાં નવો ગેમા-સપ્રેશન પ્રયોગ કરી રહ્યો છે. અચાનક વીજળી જતી રહે છે અને એક અજાણ્યો અવાજ બેનરને “કલેક્શન” માટે આવ્યો હોવાનું કહે છે. આ અવાજ ડૉક્ટર ડૂમનો હોવાનો સંકેત મળે છે. રોબર્ટ ડાઉની જુનિયરનો ડૉક્ટર ડૂમ અહીં સ્પષ્ટ દેખાતો નથી. ત્યાર બાદ બેનર હલ્કમાં પરિવર્તિત થાય છે, પરંતુ ફીડ પાછી આવે ત્યારે તે ગાયબ થઈ ગયો હોય છે.છેલ્લું સરપ્રાઇઝ મૂળ એન્ડગેમનાં યાદગાર હેમરિંગ સાઉન્ડ સાથે જાેડાયેલું છે. એક વ્યક્તિ ધાતુ પર હથોડા મારીને માસ્ક તૈયાર કરતી દેખાય છે—અને તે વિક્ટર વોન ડૂમ હોવાનું સ્પષ્ટ થાય છે. આ રીતે ટોની સ્ટાર્કની યાત્રાની શરૂઆત સાથે જાેડાયેલો અવાજ હવે ડૉક્ટર ડૂમના આગમનનો સંકેત બની જાય છે. રોબર્ટ ડાઉની જુનિયર બંને ભૂમિકાઓ ભજવી રહ્યા હોવાથી આ સમાનતા વધુ નોંધપાત્ર બને છે.




