
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડનો ચોંકાવનારો ર્નિણય ગ્લેન મેક્સવેલને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં બહાર કરાયો ક્રિકેટ બોર્ડે નવા અને ઉભરતા ખેલાડીઓને કર્યા સામેલ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ૨૦૨૬-૨૭ સિઝન માટે ખેલાડીઓની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ ૨૧ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને સ્થાન મળ્યું છે. પરંતુ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે એક ચોંકાવનારો ર્નિણય લેતા સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને સૌથી મોટો ઝટકો આપ્યો છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ ગ્લેન મેક્સવેલને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દીધો છે. તેના ઉપરાંત યુવા ઓપનરસેમ કોન્સ્ટાસ, ફાસ્ટ બોલર ઝાય રિચર્ડસન અને ઈન-ફોર્મ બેટ્સમેન મેથ્યુ રેનશૉને પણ આ યાદીમાંથી બહાર છે.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે આ વખતે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદીમાં કેટલાક નવા અને ઉભરતા ખેલાડીઓને સામેલ કર્યા છે. બેકઅપ સ્પિનર ટૉડ મર્ફી ઉપરાંત ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવેલ નવા ચહેરા બ્રેન્ડન જેમ્સ ડોગેટ (ફાસ્ટ બોલર) અને જેક વેદરાલ્ડ (ઓપનર) ને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયન ટીમનું આગામી ૧૨ મહિનાનું શેડ્યુલ ખૂબ જ વ્યસ્ત છે. ઓસ્ટ્રેલિયન ટીમ ઓગસ્ટમાં બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની હોમ સિરીઝ રમશે. ત્યારબાદ તેઓ દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને ભારત સામે પણ ટેસ્ટ સિરીઝ રમશે. આ મેચોને ૈંઝ્રઝ્ર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ૨૦૨૫-૨૭ ના ફાઈનલમાં સ્થઆન મેળવવાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલ પર ઓસ્ટ્રેલિયન ટીમ હાલમાં ટોપ પર છે. પસંદગી સમિતિના અધ્યક્ષ જ્યોર્જ બેલીએ કહ્યું છે કે, આ વખતે પસંદગી પ્રક્રિયામાં ટેસ્ટ અને મલ્ટી-ફોર્મેટ ખેલાડીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે, કારણ કે ટીમે અલગ-અલગ પરિસ્થિતિઓમાં સતત ક્રિકેટ રમવાનું છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, જે ખેલાડીઓ આ યાદીમાં સામેલ નથી તેઓ ભવિષ્યમાં સારું પ્રદર્શન કરીને કોન્ટ્રાક્ટ હાંસલ કરી શકે છે.
ઝેવિયર બાર્ટલેટ, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, પેટ કમિન્સ, બ્રેન્ડન જેમ્સ ડોગેટ, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જાેશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જાેશ ઈંગ્લિસ, મેથ્યુ કુહનમેન, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, ટૉડ મર્ફી, માઈકલ નેસર, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, જેક વેદરાલ્ડ, બ્યૂ વેબસ્ટર અને એડમ ઝામ્પા.




